મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

આ વાતમાં મોમ Nita Ambaniને પણ પાછળ મૂકે છે Anant Ambani…

અંબાણી પરિવાર (Ambani Family) જુલાઈ, 2024માં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના શાહી લગ્ન (Anant Ambani-Radhika Merchant’s Grand Wedding)ની યજમાની કરવા માટે તૈયાર છે. પરંતુ એ પહેલાં હાલમાં જ અંબાણી પરિવારે ફ્રાન્સના દક્ષિણમાં એક લક્ઝરી ક્રૂઝ પર બીજા પ્રિ-વેડિંગ ફંક્શનની પાર્ટી કરી, જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે.

પોતાની વૈભવી અને લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને કારણે પણ સતત લાઈમલાઈટ રહે છે. હાલમાં જ નીતા અંબાણી તેમણે આ ઈવેન્ટમાં પહેરેલી મોંઘીદાટ ઘડિયાળને કારણે ચર્ચામાં આવ્યા હતા. પરંતુ શું તમને ખબર છે કે અનંત અંબાણી (Anant Ambani) લક્ઝુરિયસ ઘડિયાળના કલેક્શનની બાબતમાં મમ્મી નીતા અંબાણી (Nita Ambani)ને ટક્કર આપે છે? ચાલો તમને જણાવીએ કઈ રીતે?

બીજી પ્રિ-વેડિંગ પાર્ટીમાં એક ઈવેન્ટમાં અનંત અંબાણી બ્લ્યુ કલરની પેન્ટ સાથે જંગલ પ્રિન્ટવાળું ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે. જોકે આ આઉટફિટ સિવાય જો બીજી કોઈ વસ્તુ હોય જેમે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હોય તો તે છે તેની એનટીપીટી રિચર્ડ મિલી આરએમ 27-02 રાફેલ નડાલ ટુરબિલન ઘડિયાળ (Richard Mille RM-27-02 Rafael Nadal Tourbillon). આ ઘડિયાળ એકદમ લિમિટેડ એડિશન વોચ છે અને તેના 50 જ પીસ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Mukesh Ambaniએ ક્રૂઝ પાર્ટી કરી એ નહીં પણ આ છે World’s Most Expensive Cruise…

આ ઘડિયાળની ખાસિયત અને કિંમત વિશે વાત કરીએ તો તેમાં એક અનયુઝઅલ યુનિબોડી કન્સ્ટ્રક્શન અને એક્સપરીમેન્ટલ ક્વાર્ટ્ઝ ફિલામેન્ટ કેસ છે. આ સિવાય આ ઘડિયાળ 5000 ગીગા હર્ટઝ્ સુધીના ભારે આંચકા સહન કરવાની સાથે સાથે એન્ટી હાઈટેમ્પરેચર છે.

પહેરવામાં એકદમ હળવી અને આરામદાયક આ ઘડિયાળની કિંમત વિશે એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે તેની કરન્ટ માર્કેટ વેલ્યુ 1.2 મિલિયન અમેરિકન ડોલર એટલે કે આશરે 10,02,51,349 રૂપિયા છે. અનંત અંબાણીએ આ ઘડિયાળ આ પહેલાં 2019માં જ્યારે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સે ટાઈટલ જિત્યું હતું એ સમયે પહેરી હતી.

આ પહેલાં માર્ચ, 2024માં પણ જામનગર ખાતે યોજાયેલા પહેલાં પ્રિ-વેડિંગ ફંક્શન (Pre Wedding Function At Jamnagar)માં પણ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યો હતો. એ સમયે પણ તેના હાથમાં આવી જ લક્ઝુરિયલ વોચ જોવા મળી હતી અને ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે એ ઘડિયાળ પણ સેમ બ્રાન્ડની હતી અને એની કિંમત પણ 45 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું હતું.

આ વાત પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે ભાઈ લક્ઝુરિય વોચ અને લાઈફની રેસમાં અનંત અંબાણી (Anant Ambani) મમ્મી નીતા અંબાણી (Nita Ambani)ને એકદમ કાંટે કી ટક્કર આપે છે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button