સ્પેશિયલ ફિચર્સ

આ કારણે લગ્ન નહીં કરવા માંગતા Anant Ambaniએ કર્યા Radhika Merchant સાથે લગ્ન? વીડિયો આવ્યો સામે…

અંબાણી પરિવાર અને એના સભ્યો સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતા હોય છે અને આ જ અનુસંધાનમાં હાલમાં સોશિયલ મીડિયા પર પરિવારના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani)નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનંતે જણાવ્યું હતું કે તે તો ક્યારેય લગ્ન કરવા જ નહોતો માંગતો.

હવે તમને થશે કે અનંતને લગ્ન નહોતા કરતાં તો ય તેણે રાધિતકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા અને લગ્ન તો લગ્ન તેણે એ પહેલાં બે બે પ્રિ-વેડિંગ ફંક્શન્સ પણ કર્યા, તો આખરે એવું તે શું કારણ હતું કે જેણે અનંતને રાધિકા સાથે લગ્ન કરવા પર મજબૂર થયો, ચાલો તમને જણાવીએ-

વાત જાણે એમ છે કે અનંક અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણે લગ્ન નહીં કરવાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. અનંત આ વીડિયોમાં રિપોર્ટર સાથે વાત કરી રહ્યો હતો અને એ સમયે તેણે જણાવ્યું હતું કે હું લકી છું.

મેં બાળપણમાં વિચાર્યું હતું કે હું ક્યારેય લગ્ન નહીં કરું. હું મમ્મી-પપ્પાને પણ આ જ કહેતો હતો. હું હંમેશા પ્રાણીઓની સેવા કરવા માંગતો હતો. જ્યારે હું રાધિકાને મળ્યો તો મને લાગ્યું કે રાધિકા અને મારા વિચારો એક જેવા જ છે. રાધિકાને પણ પ્રાણીઓ ખૂબ જ પસંદ છે.

આપણ વાંચો: લાલબાગચા રાજાને દ્વાર, જોવા મળ્યો અંબાણી પરિવાર સાદગી જોઇ લોકો બોલ્યા….

અનંતે આગળ આ વીડિયોમાં એવું પણ જણાવ્યું હતું કે રાધિકા મારા મુસીબતના સમયે હંમેશા મારી સાથે એક મજબૂત તાકાતની જેમ ઊભી રહી છે. આ જ કારણ છે કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.

આ વીડિયો ઈન્ટરનેટલ પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર નેટિઝન્સ જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે અને અનંત અને તેને મળેલાં સંસ્કારોના વખાણ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે જુલાઈ મહિનામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા હતા અને એ પહેલાં પરિવાર અને કપલે ધામધૂમથી બે-બે પ્રિવેડિંગ ફંક્શનનું આયોજન પણ કર્યું હતું, જેમાં દેશ-વિદેશથી મહેમાનોએ હાજરી આપી હતી અને દેશી-વિદેશી મીડિયાએ આ લગ્નની નોંધ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button