નેશનલસ્પેશિયલ ફિચર્સ

PM Modiના શપથવિધિમાં આટલી મોંઘી ઘડિયાળ પહેરીને પહોંચ્યો Anant Ambani…

અંબાણી પરિવાર (Ambani Family) અવારનવાર પોતાની વૈભવી અને રોયલ સ્ટાઈલ (Laxurious And Royal Lifestyle)ને કારણે ચર્ચામાં આવતો હોય છે પછી એ મુકેશ અંબાણી (Mukesh Ambani) હોય કે નીતા અંબાણી (Nita Ambani)ની વાત હોય… આ રેસમાં અંબાણીની પરિવારની યંગ બ્રિગેડિયર પણ આ રેસમાં કંઈ પાછળ પડે એવી નથી. હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ ગ્રહણ સમારોહ (PM Narendra Modi’s Oath Ceremony)માં હાજરી આપવા પહોંચેલા અનંત અંબાણી (Anant Ambani)એ કંઈક એવું કરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું અનંત અંબાણીએ…

વાત જાણે એમ છે કે રવિવારે યોજાયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ વિધિ સમારોહમાં મુકેશ અંબાણી (Mukesh Ambani), નીતા અંબાણી (Nita Ambani) દીકરા અનંત અંબાણી (Anant Ambani) સાથે હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન અંબાણી પરિવારના આ કાનકુંવરે પહેરેલી ઘડિયાળ ચર્ચાનું કારણ બની ગઈ છે. આવો જોઈએ શું ખાસ છે અનંત અંબાણીની ઘડિયાળમાં…

આ પણ વાંચો : Nita Ambaniએ પહેરી અધધધ મોંઘી ઘડિયાળ કે ખરીદી શકશો મુંબઈમાં ફ્લેટ, કાર અને ઘણું બધું…

સમારોહમાં અનંત અંબાણીના હાથ પર જોવા મળેલી ઘડિયાળ (Anant Ambani Watch) પાટેક ફિલિપી (Patek Philippe)ની છે, જે એક પ્રીમિયમ વોચ મેકર છે. અનંત અંબાણી આ કાર્યક્રમમાં બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. મીડિયો રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી સૌથી મોંઘી ઘડિયાળમાંથી એક છે. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ સૌથી વધારે કોમ્પ્લિકેટેડ ઘડિયાળમાંથી એક છે. Patek Philippe Grandmaster Chimeને પ્લેટિનમથી બનાવવામાં આવી છે. આ ઘડિયાળને બનાવવામાં આશરે એક લાખ કલાકનો સમય લાગ્યો હતો.

ઘડિયાળની ખાસિયત વિશે વાત કરી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ તેની કિંમત વિશે તો આ ઘડિયાળની કિંમત આશરે 2.4 મિલિયન અમેરિકન ડોલર એટલે કે આશરે 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જોકે, આ પહેલી વખત નથી કે અનંત અંબાણી લક્ઝુરિયસ વોચ સાથે જોવા મળ્યો હોય. આ પહેલાં પણ અનંત અંબાણી પોતાની બીજી પ્રિ-વેડિંગ પાર્ટીમાં 10 કરોડ રૂપિયાની ઘડિયાળ પહેરીને પહોંચ્યો હતો.

અનંત અંબાણીના વોચ કલેક્શન વિશે વાત કરીએ તો તેમાં Richart Milleના ઘડિયાળનો સમાવેશ પણ થાય છે. જેનું પૂરું નામ RM 56-01 Toutbillon Green Sapphire અને આ ઘડિયાળની કિંમત 54 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
અનંત અંબાણીના લક્ઝુરિયસ વોચ કલેક્શન (Anant Ambani’s Laxurious Watch Collection)માં ઢગલો ઘડિયાળ છે જેમાં Aufermars Piguet Royal Oak Concept GMT Toutbilon અને Patek Philippe Nautilus Travel Time જેવી ઘડિયાળોનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ