સ્પેશિયલ ફિચર્સ

પત્ની ઈશા અંબાણીને આ ખાસ નામથી બોલાવે છે આનંદ પિરામલ, વીડિયો થયો વાઈરલ…

દુનિયાના ધનવાન પરિવારોમાં અંબાણી પરિવારની ગણતરી કરવામાં આવે છે અને આ પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં જ થોડાક સમય પહેલાં પરિવારના જમાઈ રાજા આનંદ પિરામલની કંપની પિરામલ ફાઈનાન્સની નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ સેરેમની હતી.

આ સમયે આનંદ પિરામલે સ્ટેજ પરથી સ્પીચ આપી હતી, જેમાં તેમણે પત્ની ઈશાને ખાસ નામથી બોલાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ આનંદ પિરામલ કયા નામથી બોલાવે છે…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં આનંદ પિરામલ અને ઈશા અંબાણી પોતાના દીકરા અને દીકરી સાથે જોવા મળ્યા હતા. દરમિયાન સ્ટેજ પરથી સ્પીચ આપતા આનંદ પિરામલે પત્ની ઈશા માટે એવી વાત કહી હતી કે જેને કારણે લોકો તેમના વખાણ કરી રહ્યા છે. એટલું જ નહીં કાર્યક્રમમાં હાજર લોકો પણ આનંદની વાત સાંભળીને તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધો હતો.

આપણ વાચો: એન્ટિલિયામાં યોજાયેલા વેલકમ ડિનરમાં ઈશા અંબાણી-આનંદ પિરામલનો ક્લાસી અને મોર્ડન લુક…

આનંદ પિરામલે સ્ટેજ પરથી ઈશા અંબાણીના ભરપેટ વખાણ કર્યા હતા અને તેને પોતાની રિયલ બોસ ગણાવી હતી. આનંદની આ વાત પરથી ઈશા અંબાણી અને તેનો બોન્ડ ખૂબ જ સ્ટ્રોન્ગ છે એવું સાબિત થાય છે.

આનંદે પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે તેની અસલી પ્રેરણા તો ઈશા રહી છે. આનંદે તો એવું પણ કહ્યું કે હતું કે ઈશા જ એ વ્યક્તિ છે કે જે મુશ્કેલમાં મુશ્કેલ સમયમાં પણ તેને હિંમત આપે છે અને તેના પર વિશ્વાસ કરે છે. ઈશા જ આનંદને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે.

આપણ વાચો: ક્વીન ઑફ એલિગન્સ ઈશા અંબાણીના બર્થડે આઉટફિટની કિંમત જાણીને ચોંકી ઉઠશો…

આનંદે હસતાં હસતાં જણાવ્યું હતું કે મારી અસલી બોસ પણ મારી પત્ની જ છે અને હું એનો આભારી છું કે તેણે મારો સાથ આપ્યો છે. એના જેવી ઈનસાઈટ ભાગ્યે જ કોઈ વ્યક્તિ પાસે હશે, તે મારી સૌથી મોટી ઈન્સપરેશન છે.

આનંદ પિરામલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. લોકોને ઈશા અને આનંદનો આ બોન્ડ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. નેટિઝન્સને આ વીડિયોમાં આનંદ દ્વારા ઈશા માટે કહેલી વાતો ખૂબ જ સ્વીટ, ક્યુટ અને ઈન્સપરેશનલ લાગી રહી છે. નેટિઝન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button