અમૃતા ફડણવીસને પૂછ્યું ‘શ્રેષ્ઠ રાજકારણી’ કોણ, ગડકરી કે ફડણવીસ, જાણો જવાબ શું હતો?

મુંબઈઃ થોડા દિવસો પહેલા એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. શરદ પવારની આગેવાની હેઠળના એનસીપી નેતા જયંત પાટીલે તેમને પૂછ્યું હતું કે તેમનો પ્રિય ગાયક કોણ છે? પત્ની અમૃતા ફડણવીસની હાજરીમાં આ સવાલના જવાબમાં ફડણવીસે એક ડગલું પીછેહઠ કરી અને પૂછ્યું કે શું તેમની પત્નીની સામે પણ આવો પ્રશ્ન પૂછે છે.
અમૃતા સોંગ માટે ચર્ચામાં
બાદમાં ફડણવીસે કહ્યું હતું કે તેમના પ્રિય ગાયક કિશોર કુમાર છે અને પત્ની ગાયિકા અમૃતા ફડણવીસ છે. ફડણવીસના આ ઈન્ટરવ્યૂ બાદ પત્ની અમૃતા ફડણવીસ તેના નવા ગીત ‘લાલ ફેરારી’ સોંગ માટે ચર્ચામાં છે. આ સાથે તેમનો એક ઈન્ટરવ્યૂ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે ઘણા રસપ્રદ પ્રશ્નોના જવાબ આપે છે.
આપણ વાંચો: અમૃતા ફડણવીસની શાયરાના અંદાજવાળી પોસ્ટ વાયરલઃ પોતાને મહારાષ્ટ્રની ભાભી કહી
પણ હું તમામ નિર્ણયો લઉં છું…
અમૃતા ફડણવીસને તાજેતરમાં એક મીડિયા ગ્રુપના કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું હતું કે ઘરમાં બોસ કોણ છે, તમે કે મુખ્ય પ્રધાન? તો અમૃતા ફડણવીસે જવાબ આપ્યો હતો કે નિઃસંદેહ દેવેન્દ્ર ફડણવીસ પણ હું તમામ નિર્ણયો લઉં છું.
નાગપુર મારું હાર્ટ, મુંબઈ હાર્ટબીટ
ત્યાર બાદ અમૃતા ફડણવીસને પૂછવામાં આવ્યું કે તે મુંબઈમાં રહે છે. આ શહેરમાં તેમને ઘણી ખ્યાતિ મળી છે. હવે તેમને કયું શહેર પસંદ છે, નાગપુર કે મુંબઈ? તેના જવાબમાં અમૃતા ફડણવીસે કહ્યું કે નાગપુર મારું હૃદય છે અને મુંબઈ મારા ધબકારા છે. ફડણવીસે અગાઉ ઈન્ટરવ્યુના રેપિડ ફાયર રાઉન્ડમાં નાગપુરને તેમનું પ્રિય શહેર ગણાવ્યું હતું.
આપણ વાંચો: બહેનો માટે, શહેરી વિકાસ માટે, ખેડૂતો માટે, દેવેન્દ્ર ફડણવીસ ફરી પાછા આવ્યા: અમૃતા ફડણવીસ
એકનાથ શિંદે સારા હતા સીએમ
અમૃતા ફડણવીસને આગળ પૂછવામાં આવ્યું કે દેવેન્દ્ર ફડણવીસ સિવાય તેમના મતે વધુ સારા મુખ્ય પ્રધાન કોણ હતા? તો અમૃતા ફડણવીસે કહ્યું કે એકનાથ શિંદે ખૂબ સારા મુખ્યમંત્રી હતા. તેઓ ઉદ્ધવ ઠાકરેને સારા સીએમ માનતા નથી.
ઘરકી મુરગી દાલ બરાબર પણ
કાર્યક્રમ દરમિયાન અમૃતા ફડણવીસને પૂછવામાં આવ્યું કે દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન ગડકરીમાં શ્રેષ્ઠ રાજનેતા કોણ છે. તો આ સવાલના જવાબમાં અમૃતા ફડણવીસે મજેદાર જવાબ આપ્યો હતો.
અમૃતા ફડણવીસે કહ્યું હતું કે તમે સાંભળ્યું જ હશે કે ‘ઘરકી મુર્ગી દાલ બરાબર’. ચોક્કસપણે નીતિન ગડકરીજી. 9 એપ્રિલના રોજ જન્મેલા અમૃતા ફડણવીસ શાસ્ત્રીય ગાયિકા અને સામાજિક કાર્યકર્તા છે. તે અગાઉ એક્સિસ બેંકમાં વાઇસ પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે.