સ્પેશિયલ ફિચર્સ

અમેરિકાનો સ્વતંત્રતા દિવસ: ગુલામ અમેરિકા કેવી રીતે દાદાગીરી કરતો દેશ બની ગયું?

વિશ્વની મહાસત્તાઓમાં આજે અમેરિકાનું નામ મોખરે છે. આજે સૌથી શક્તિશાળી દેશ ગણાતું અમેરિકા પણ એક સમયે અંગ્રેજોનું ગુલામ હતું. 4 જુલાઈ, 1776ના મૂળ અમેરિકનોએ બ્રિટિશર પાસેથી મુક્તિ મેળવી હતી, તેથી આજના દિવસને અમેરિકા પોતાના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે.

અમેરિકા અંગ્રેજોનું કેવી રીતે ગુલામ બન્યું?
ભારતની શોધ કરવા નીકળેલા ક્રિસ્ટોફર કોલંબસ ભૂલથી અમેરિકાની શોધ કરી નાખી હતી. કોલંબસ બાદ ધીમેધીમે બ્રિટિશર્સ પણ ત્યાં પહોંચીને સ્થાયી થવા લાગ્યા હતા. બ્રિટિશ શાસક જેમ્સ-Iના શાસન દરમિયાન અમેરિકા બ્રિટનની વસાહત બની ગયું. અંગ્રેજોએ અમેરિકાના 13 ટાપુ પર પોતાની વસાહતો વસાવી હતી અને એની સાથોસાથ અંગ્રેજોનું મૂળ અમેરિકનો એટલે કે રેડ ઇન્ડિયન પર શોષણ પણ વધ્યું હતું.

christopher columbus

અને આજના દિવસે અમેરિકા થયું હતું સ્વતંત્ર
અંગ્રેજોના શોષણને કારણે અમેરિકનોને ખાંડ, કોફી, ચાની પત્તી અને દારૂ જેવી ચીજવસ્તુઓ પર ઘણો કર ચૂકવવો પડતો હતો. સમય જતાં, મૂળ અમેરિકનોને બ્રિટિશરો પ્રત્યે રોષ ફાટી નીકળ્યો હતો. રેડ ઇન્ડિયન્સે પોતાને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો. 2 જુલાઈ, 1776ના રોજ અમેરિકનોએ બ્રિટિશ વસાહતોથી તેમની સ્વતંત્રતાની પ્રક્રિયા શરૂ કરી હતી. 4 જુલાઈ, 1776ના રોજ અમેરિકાની તમામ 13 વસાહતોના લોકોએ પોતાને સ્વતંત્ર જાહેર કરવા માટે મતદાન કર્યું હતું. રેડ ઇન્ડિયનોએ સ્વતંત્રતાના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા અને પોતાને મુક્ત જાહેર કર્યા હતા.

સ્વતંત્ર જાહેર કરવામાં મહત્વની ભૂમિકા કોન્ટિનેન્ટલ કોંગ્રેસની હતી
અમેરિકાની 13 બ્રિટિશ વસાહતોએ 4 જુલાઈ 1776ના રોજ તેમની સ્વતંત્રતા જાહેર કરી હતી. સાથોસાથ આ દિવસે 13 વસાહતમાં વહેંચાયેલું અમેરિકા એક થયું હતું અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની રચના થઈ હતી. અમેરિકાને સ્વતંત્ર જાહેર કરવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા કોન્ટિનેન્ટલ કોંગ્રેસની હતી. અમેરિકાના સ્વતંત્રતા સંગ્રામના નેતાઓ તરીકે ઊભરી આવેલા જ્યોર્જ વોશિંગ્ટન અને બેન્જામિન ફ્રેન્કલિન રાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા હતા.

GCU News

કેવી રીતે થયો અમેરિકાનો વિસ્તાર?
સ્વતંત્રતા બાદ પણ અમેરિકા બ્રિટન, ફ્રાન્સ અને સ્પેનની ઘણી વસાહતોથી ઘેરાયેલું હતું. જેથી અમેરિકાએ પોતાને શક્તિશાળી બનાવવાનું નક્કી કર્યું હતું. અવનવી તકનિકો વિકસવીને અમેરિકાએ પોતાને કૃષિ આધારિત અર્થતંત્રમાંથી ઔદ્યોગિક અર્થતંત્રમાં પરિવર્તિત કર્યું હતું. 1850 સુધીમાં અમેરિકાએ કેરેબિયન અને પેસિફિક મહાસાગરના ઘણા ટાપુઓ પર કબજો કરી લીધો હતો. 1898માં સ્પેન સાથે થયેલા યુદ્ધમાં જીત મેળવ્યા બાદ અમેરિકાએ ગુઆમ, ફિલિપાઇન્સ અને પ્યુઅર્ટો રિકો પર કબજો મેળવ્યો હતો. અમેરિકાએ હવાઈના સ્વતંત્ર દેશને પણ પોતાનામાં ભેળવી દીધો.

પ્રથમ વિશ્વયુદ્ધમાં સાથી દેશોને મદદ કરી
પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ તેના મિત્ર રાષ્ટ્રોને લોન તથા હથિયારોની મદદ કરી હતી. 7 ડિસેમ્બર 1941ના રોજ જાપાને પર્લ હાર્બરમાં અમેરિકન નૌકાદળના મથક પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં લગભગ 2400 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. સાથોસાથ અનેક અમેરિકન વિમાનો અને જહાજોનો નાથ થયો હતો. જેથી અમેરિકાએ જાપાન સામે યુદ્ધનું એલાન કર્યું હતું. જાપાનના બે શહેરો, હિરોશિમા અને નાગાસાકીને અમેરિકાના પરમાણુ હુમલાનો સામનો કરવો પડ્યો. અમેરિકાના કારણે મિત્ર રાષ્ટ્રોએ બીજા વિશ્વયુદ્ધમાં પણ જીત મેળવી. બીજા વિશ્વયુદ્ધની જીત બાદ અમેરિકા લગભગ ગુંડાગીરીના સ્તરે પહોંચી ગયું.

યુરોપિયન દેશોએ અમેરિકા સાથે મળીને નાટોની સ્થાપના કરી
બીજા વિશ્વયુદ્ધમાં જીત મેળવ્યા બાદ પણ અમેરિકાના યુરોપ સહિતના મિત્ર રાષ્ટ્રોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી, પરંતુ અમેરિકાનું અર્થતંત્ર બમણું થયું હતું. અમેરિકાએ યુરોપ અને જાપાનને લોન અને આર્થિક સહાયના નામે ઘણી મદદ કરી હતી. 1949માં 10 યુરોપિયન દેશોએ અમેરિકા સાથે મળીને નાટોની સ્થાપના કરી હતી. આ ઉપરાંત, અમેરિકાએ વૈશ્વિક મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની રચનામાં પણ અગ્રણી ભૂમિકા ભજવી હતી. પોતાના આવા પ્રયાસોને કારણે અમેરિકા સુપર પાવર બન્યું હતું.

અમેરિકા કેવી રીતે બન્યું સુપર પાવર?
યુરોપે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં જીત મેળવી હોવા છતાં, મિત્ર રાષ્ટ્રોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ અને બીજી બાજુની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી. બીજી તરફ, આ સમયગાળા દરમિયાન અમેરિકાનું અર્થતંત્ર બમણું થયું. ડોલર સ્થિર હતો અને મોટાભાગની મુખ્ય ચલણો ડોલર સાથે સ્થિર થઈ ગઈ.

અમેરિકાએ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની રચનામાં અગ્રણી ભૂમિકા ભજવી
આવી સ્થિતિમાં અમેરિકાએ યુરોપ અને જાપાનને મદદનો હાથ લંબાવ્યો. તેમને લોન અને આર્થિક સહાયના નામે ઘણા પૈસા આપ્યા. પછી 1949 માં, 10 યુરોપિયન દેશોએ અમેરિકા સાથે મળીને નાટોની સ્થાપના કરી. આ ઉપરાંત, અમેરિકાએ વૈશ્વિક મુદ્દાઓ પર ઘણી અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની રચનામાં પણ અગ્રણી ભૂમિકા ભજવી. તેમાં સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ વગેરેનો સમાવેશ થાય છે. આ બધાને કારણે, અમેરિકા સુપર પાવર બન્યું.

ઉલ્લેખનીય છે કે વિશ્વયુદ્ધ સમાપ્ત થયા બાદ પણ અમેરિકા અને રશિયાએ વિશ્વ પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. વિશ્વને બે છાવણીમાં વહેંચાવાને કારણે અમેરિકાને સંરક્ષણમાં ઘણું રોકાણ કરવું પડ્યું છે. ઘણા દેશોને હથિયારોની મદદ કરીને અમેરિકાએ તેમના પર પ્રભુત્વ મેળવ્યું છે. નેવુંના દાયકામાં અમેરિકાએ ગલ્ફ દેશો પર પણ પોતાનો પ્રભાવ વધાર્યો અને આજે તે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ ધરાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તામાં આવીને અમેરિકાના દુશ્મન દેશોની ઊંઘ હરામ કરી છે, જ્યારે ટ્રેડ પોલિસીથી લઈને ઈમિગ્રેશન પોલિસીને કારણે વિવાદ ઊભા કર્યા છે, જ્યારે પડોશી રાષ્ટ્રોને યુદ્ધમાં નાખ્યા પછી યુદ્ધવિરામ કરાવવાને કારણે નોબેલ પીસ અવોર્ડ તો લઈને રહેશે એટલું કહી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button