મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

પહેલાં Mukesh Ambaniનો એ વીડિયો વાઈરલ થયો અને હવે Ambani Familyમાં પડી ફૂટ?, ચાલી શું રહ્યું છે આ…

દેશના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા Mukesh Ambani અને તેમનો પરિવાર સતત કોઈને કોઈ કારણસર લાઈમ લાઈટમાં આવતો રહે છે. પછી એ પરિવારમાં સભ્યોની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલને કારણે હોય કે તેમને વિનમ્ર અને સંસ્કારી સ્વભાવને કારણે હોય. પરંતુ આવો આ અંબાણી પરિવાર ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે, પણ આ વખતે આ કારણ જરા જુદુ છે. હાલમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર Mukesh Ambani, Anant Ambani-Radhika Merchantનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ત્રણેય વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ચાલો જોઈએ શું છે આ વાઈરલ વીડિયોમાં…

વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચંત મુંબઈના પ્રખ્યાત લાલબાગ ચા રાજાના દર્શને પહોંચ્યા હતા. એ સમયે મુકેશ અંબાણી અને અનંત તેમ જ રાધિકા મર્ચંટ વચ્ચે કોઈ મુદ્દા પર બોલાચાલી થઈ રહી છે. ત્રણેયના ચહેરા પર ટેન્શન જોવા મળી રહી છે. આ સમયે પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા પણ સાથે હતી.

વીડિયોમાં જોવા મળે છે કે મુકેશ અંબાણી શ્લોકા મહેતા સાથે આગળ વધી રહ્યા હોય છે અને અચાનક જ તેઓ પાછળ આવી રહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચંટ સાથે વાત કરવા માટે ઊભા રહે છે અને ત્રણેય જણ વાત કરતી વખતે આર્ગ્યુમેન્ટ પર ઉતરી જાય છે. યુઝર્સ પણ આ વીડિયો જોઈને એકદમ ચોંકી ઉઠ્યા છે, કારણ કે અત્યાર સુધી ક્યારેય અંબાણી પરિવારમાં આવું જોવા નથી મળ્યું. અંબાણી પરિવાર હમેશાં જ પોતાના સુમેળભર્યા સંબંધો અને પ્રેમાળ વર્તન માટે જાણીતો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારે પણ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી. એન્ટિલિયા ખાતે દોઢ દિવસ માટે બાપ્પાની સ્થાપના કરી હતી અને બી ટાઉનના અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…