શું તમે જાણો છો અંબાણી પરિવાર કયા ભગવાનની કરે છે પૂજા? આસ્થાનું છે ખાસ કારણ…

દુનિયાના સૌથી અમીર પરિવારમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા અંબાણી પરિવારનો દરેક સભ્ય પોતાની વૈભવી લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. કરોડોની સંપત્તિના માલિક હોવા છતાં પણ પરિવારનો અધ્યાત્મ અને ધર્મ સાથે એક ગાઢ જોડાણ છે.
અવારનવાર અંબાણી પરિવાર દેશના અલગ અલગ મંદિરોમાં ભગવાનના દર્શન કરવા પહોંચ્યો હોવાના અહેવાલો સામે આવતા રહે છે. આ સિવાય કોઈ નવું કામ કરવું હોય તો પણ પરિવાર પૂજા-અર્ચના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે અંબાણી પરિવાર કયા ભગવાનની પૂજા કરે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
અંબાણી પરિવાર અવારનવાર વિવિધ મંદિરોની મુલાકાત લેતો જોવા મળે છે. અંબાણી પરિવારના ઘર એન્ટિલિયા ખાતે પણ ખૂબ જ મોટું અને સુંદર મંદિર છે, જેમાં વિવિધ દેવી-દેવતાઓની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે.
કયા ભગવાનની કરે છે પૂજા?
આમ તો અંબાણી પરિવાર દરેક મંદિરોમાં એટલી શ્રદ્ધા અને આદરથી માથુ નમાવે છે. વાત કરીએ તેમના વિશેષ લગાવની અંબાણી પરિવારને ગણેશજી, લક્ષ્મીજી, મા દુર્ગા તમામની પૂજા કરે છે, પરંતુ તેમની આસ્થા તો ભગવાન શ્રીનાથજી પ્રત્યે છે.
શ્રીનાથજી ભગવાન કૃષ્ણના એ સમયનું સ્વરૂપ છે જ્યારે તેમણે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઉઠાવ્યું હતું. તે સમયે એમની ઉંમર સાત વર્ષની હતી. શ્રીનાથજીનો સંબંધ પુષ્ટિમાર્ગીય સાથે જોડવામાં આવે છે અને અંબાણી પરિવાર પણ આ માર્ગનો અનુયાયી છે.
પુષ્ટિમાર્ગ શું છે?
પુષ્ટિમાર્ગમાં એવું માનમાં આવે છે કે કોઈ વ્યક્તિને ત્યારે જ ભક્તિની પ્રાપ્તિ થાય છે જ્યારે ભગવાન તેમના પર કૃપા વરસાવે છે. આ એક પ્રકારનો પ્રેમપ્રધાન માર્ગ છે. કૃષ્ણના આ રૂપને પ્રસન્ન કરવા માટે પૂજાની સાથે સાથે ભોજન, પીણી, સંગીત અને કળાના માધ્યમને અપનાવવામાં આવે છે.

350 વર્ષ જૂનું મંદિર
ભગવાન શ્રીનાથજીનું મંદિર રાજસ્થાનના નાથદ્વારામાં આવેલું છે અને અહીં અવારનવાર અંબાણી પરિવાર પૂજા-અર્ચના કરતો જોવા મળે છે. રાધિકા મર્ચન્ટ અને અનંદ અંબાણીના ગોળધાણા પમ આ જ મંદિરમાં કરવામાં આવ્યા હતા.
આ મંદિર 350 વર્ષ વધારે જૂનું હોવાનું કહેવાય છે. ઈશા અંબાણીના વિવાહ સંસ્કાર પહેલાં પણ આખા અંબાણી પરિવારે અહીં આવીને ભગવાન શ્રીનાથજીના દર્શન કર્યા હતા.
આ પણ વાંચો…ટાઈટ સિક્યોરિટી વચ્ચે આ કોણ પધાર્યું અંબાણી પરિવારના એન્ટિલિયામાં? વીડિયો થયો વાઈરલ…