દારુનું સેવન માત્ર શરીરને નહીં, મગજને પણ પહોંચાડે છે ગંભીર નુકસાન: રિસર્ચમાં થયો મોટો ખુલાસો

Alcohol Health Effect: આજની લાઈફસ્ટાઈલ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે લોકો સરળતાથી તણાવનો શિકાર બની જાય છે. એવું માનવામાં આવે છે કે, દારુનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે. તેથી ઘણા લોકો પ્રસંગોપાત દારુનું સેવન કરતા હોય છે. જ્યારે કેટલાક લોકોને કાયમી દારુનું સેવન કરવાની ટેવ છે, પરંતુ દારુનું સેવન શરીર માટે નુકસાનકારક છે. દારુના સેવનથી કિડની અને લીવરને તો નુકસાન થાય જ છે, પરંતુ તેનાથી મગજને લગતી એક ગંભીર બીમારી પણ થાય છે, એવું સંશોધનમાં સામે આવ્યું છે.
દારુનું સેવન ‘ડિમેન્શિયા’ને આપશે આમંત્રણ
લંડનથી પ્રકાશિત એક જર્નલમાં દારુના સેવનને લઈને કરવામાં આવેલો અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં સંશોધકોએ દારુ પીવાની ટેવ અને સમયની સાથે ડિમેન્શિયાના જોખમની સરખામણી કરીને એક દાવો કર્યો છે. અભ્યાસના તારણોમાં સંશોધકોએ જણાવ્યું છે કે, બહુ ઓછી માત્રામાં દારુનું સેવન કરવાથી પણ ડિમેન્શિયાનું જોખમ વધી શકે છે.
આ પણ વાંચો: બાર-રેસ્ટોરાં બેસીને દારુ પીવો છો તો વાંચી લેજો મહત્ત્વના સમાચાર
આ અભ્યાસમાં એ પણ જણાવાયું છે કે, જે લોકો અઠવાડિયામાં 7 દિવસ દારુ પીવે છે. એ લોકોમાં અઠવાડિયામાં 7થી વધુ દિવસ દારુ પીતા લોકો કરતા જોખમ ઓછું હોય છે, પરંતુ ચિંતાની વાત તો એ છે કે, જે લોકો પ્રસંગોપાત નહીંવત અથવા થોડો દારુ પીતા નથી. તેઓમાં પણ ડિમેન્શિયાનું જોખમ વધી શકે છે. જોકે, આ અભ્યાસનું એક મુખ્ય તારણ એ છે કે, જેટલું વધારે દારુનું સેવન કરશો, એટલું જ ડિમેન્શિયાનું જોખમ વધશે.
દારુ પર નિર્ભર લોકોને 16 ટકા ડિમેન્શિયાનું જોખમ
સંશોધકોએ 2.4 મિલિયન લોકો પર જુદા-જુદા ડિમેન્શિયા અભ્યાસ કરી તેમના જીન્સનું વિશ્લેષણ કર્યું હતું. જેમાં સામે આવ્યું છે કે, જે લોકો અઠવાડિયામાં 3 ડ્રિન્ક્સ પીવે છે તેમનામાં ડિમેન્શિયાનું જોખમ 1 ડ્રિન્ક્સ પીવાવાળાની સરખામણીમાં 15 ટકા વધારે હોય છે. જે લોકોના જીન્સ દારુ પર જ નિર્ભર રહે છે, તે લોકોમાં ડિમેન્શિયાનું જોખમ 16 ટકા સુધી હોય છે.
આ પણ વાંચો: ધોલેરામાં દેશી દારુ પીવાથી બેનાં મોતઃ એફએસએલના રિપોર્ટમાં થયો નવો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, દારુનું વધારે પડતું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, જેથી અમુક રાજ્યની સરકારોએ પણ અમુક રાજ્યોને દારુબંધી માટે પગલા લેવાની સલાહ આપવામાં આવી છે. જેને લઈને દેશના 11 રાજ્યોએ અત્યારસુધી દારુબંધીનો નિયમ લાગુ કર્યો છે. જે પૈકીના છ રાજ્યોએ દારુબંધીનો નિયમ રદ કર્યો છે. હાલ દેશમાં ગુજરાત, બિહાર, મિઝોરમ, નાગાલેન્ડમાં દારુના સેવન અને વેચાણ પર પ્રતિબંધ છે.
જોકે, તાજેતરમાં ગુજરાતના ગિફ્ટ સિટીમાં કેટલીક છૂટછાટ સાથે દારુના સેવનની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં જાણીતા 19 ધાર્મિક સ્થળોએ દારુ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.