વેપારસ્પેશિયલ ફિચર્સ

અખાત્રીજે સોનાના ભાવમાં ભડકો, ચાંદીમાં રૂ.2,000 અને સોનામાં 1,700નો ઉછાળો

અમદાવાદ: હિન્દુ ધર્મમાં અખાત્રીજ એટલે કે અક્ષય તૃતિયાનું ખુબ જ શુભ મુહુર્ત માનવામાં આવે છે, અક્ષય તૃતીયા એ સૌભાગ્ય, સમૃદ્ધિ અને સફળતાનું પ્રતિક છે. આ દિવસે સોના-ચાંદીની કોઈ વસ્તુ ખરીદવાની પરંપરા છે. માનવામાં આવે છે કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સાથે આવનાર દિવસોમાં લગ્નસરાની સિઝનની શરૂઆત થનાર છે મોટાભાગે લગ્નસરાની સિઝન માટે આ દિવસે લોકો ખરીદી પણ કરતા હોય છે. જોકે છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ધરખમ વધારો થતાં સોનું ખરીદવા માટે લોકો ચિંતામાં પણ જોવા મળી રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોતા લોકોને રાહત લાગી હતી, પરંતુ આજે અખાત્રીજના દિવસે સોનાના ભાવમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારોમાંથી મળેલ તેજીના સંકેત અને અક્ષય તૃતીયા નિમિત્તે ઘરેલુ મજબૂત માંગ વચ્ચે રાજધાની દિલ્હી ખાતે સોનાના કિલો દીઠ ભાવ રૂપિયા 950 વધીને રૂપિયા 73,000ને પાર થયા હતા.

અમદાવાદ ખાતે સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી જોવા મળતી હતી. અમદાવાદ ખાતે ચાંદી કિલોનો ભાવ રૂપિયા 2,000 વધીને રૂપિયા 85,000 થયો હતો. જ્યારે અમદાવાદ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 73,800થી રૂપિયા 1,700 વધી રૂપિયા 75,500 અને અમદાવાદ સોનું (99.5)નો 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 73,600થી રૂપિયા 1,700 વધી રૂપિયા 75,300 રહ્યો હતો.

જ્યારે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 2,300 ઉછળી રૂપિયા 85,500 થયા છે. બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે રિટેલ માંગ વધી હતી, જેને લીધે ભાવને એકંદરે મજબૂત ટેકો મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ 2,360 ડોલર પ્રતી ઔંસ રહ્યો હતો, જે અગાઉની તુલનામાં 52 ડોલર મજબૂત હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button