શ્લોકા અંબાણીએ મંચ પર કર્યું કંઈક એવું કે આકાશ અંબાણી જોતા જ રહી ગયા…

વાત કરીએ દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા અંબાણી પરિવારની તો આ પરિવારના દરેક સભ્યની તગડી ફેન ફોલોઈંગ એકદમ તગડી છે. દરેક સભ્યની એક યુનિક લવ સ્ટોરી છે, પરંતુ આ બધામાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની લવ સ્ટોરી આઈકોનિક છે.
હાલમાં આ ક્યુટ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બંને વચ્ચેનો પ્રેમ અને બોન્ડ જોવા મળી રહ્યો છે. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં-
અંબાણી પરિવારના આ ક્યુટ અને અડોરેબલ કપલ એટલે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની બોન્ડિંગ અવારનવાર જોવા મળે છે. આકાશ અંબાણીએ શ્લોકાને પોતાની વાત કહેવા માટે ખાસ્સો એવો સમય લીધો હતો અને ત્યાર બાદ બંનેએ વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે 2019માં બંનેએ લગ્ન કરી લીધા હતા. બંનેને પૃથ્વી અને વેદા એમ બે સંતાનો પણ છે, પરંતુ આજે પણ આકાશ અને શ્લોકા વચ્ચેનો પ્રેમ જેમનો તેમ છે.
આપણ વાંચો: દ્વારકાધિશ મંદિરે આ અંદાજમાં દર્શન કરવા પહોંચી શ્લોકા મહેતા, યુઝર્સે કહ્યું ભાઈ આ તો…
અવારનવાર શ્લોકા અને આકાશ બંને સાથે જોવા મળે છે અને જ્યારે પણ આકાશનું પૂરેપૂરું ધ્યાન શ્લોકા પર જ હોય છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો વીડિયો આકાશ અને શ્લોકાના કોઈ મિત્રના રિંગ સેરેમનીનો છે.
આ વીડિયો અંબાણી અપડેટ્સ નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં શ્લોકા ગીત ગાતી જોવા મળી રહી છે તો આકાશ પણ પોતાની વાઈફનું આ ટેલેન્ટ જોઈને એકદમ રાજીનો રેડ થઈ ગયો હતો.
આપણ વાંચો: ભરી મહેફિલમાં Akash Ambaniએ પત્ની શ્લોકા મહેતા સાથે કરી આવી હરકત, યુઝર્સે કહ્યું પતિ હોય તો…
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં શ્લોકા જેમ જેમ ગીત ગાવાની કોશિશ કરી રહી છે તેમ તેમ આકાશ હસતો અને કાનમાં કંઈક કહેતો જોવા મસલી રહ્યો છે અને આ બધા વચ્ચે તે લોકોને પ્રેમથી નિહાળતો જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારના આ ક્યુટ લવ બર્ડનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને તેના પર તેઓ જાત જાતના રિએક્શન આપી રહ્યા છે.
આકાશ અંબાણી અને શ્લોકાના આ વીડિયો પર યુઝર કમેન્ટ અને લાઈક્સ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે વાહ શું વાત છે? પતિ હોય તો આકાશ અંબાણી જેવો. બીજા એક યુઝરે લખ્યું હતું કે મારું ફેવરેટ કપલ છે. કેટલાક યુઝર્સે આ વીડિયો પર રેડ હાર્ટના ઈમોજી શેર કરીને કપલ પર પ્રેમ વરસાવ્યું છે.
જોકે, આ પહેલી વખત નથી કે શ્લોકા અને આકાશે આ રીતે લાઈમલાઈટ લૂંટી હોય. આ પહેલાં પણ બંનેના અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં બંને જણનું બોન્ડિંગ જોવા મળ્યું હોય. શ્લોકા અને આકાશની કેમેસ્ટ્રી કપલ્સ માટે આઈડિયલ કપલની આઈડિયોલોજી જેવી છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…