રાતના બે વાગ્યે શું કરે છે Mukesh Ambani? દીકરા આકાશ અંબાણીએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. આ પરિવારનો દરેકે દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ અને સ્ટાઈલિશ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો રહે છે. પરંતુ હાલમાં જ આ પરિવારના દીકરા આકાશ અંબાણી (Akash Ambani)એ પિતા મુકેશ અંબાણીને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
એટલું જ નહીં આકાશે તો એવું પણ કહ્યું કહ્યું હતું કે પિતા મુકેશ અંબાણી તેમના માટે સૌથી મોટી પ્રેરણા છે. એટલું જ નહીં તેમણે ફેમિલી વેલ્યુ પર પણ ભાર મૂક્યો હતો. આ જ કાર્યક્રમમાં આકાશ અંબાણીએ ખુલાસો કર્યો છે કે પિતા મુકેશ અંબાણી રાતને બે વાગે શું કરે છે…
આપણ વાંચો: અનંત-રાધિકાના લગ્ન પછીની પહેલી હોળીની અંબાણી પરિવારે કરી ભવ્ય ઉજવણી, કોણ રહ્યું હતું હાજર?
આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે પિતા મુકેશ અંબાણીનું કામને લઈને ડેડીકેશન ખૂબ જ અસાધારણ છે. તેઓ રાતના બે વાગ્યા સુધી સામાન્યપણે ઈમેલ્સના જવાબ આપતા જોવા મળે છે અને કામ કરતાં રહે છે. કામને લઈને તેમનું સમર્પણ છેલ્લાં 40 વર્ષથી સતત બની રહી છે. આકાશે જણાવ્યું હતું કે આ અનુશાસન કઠોર મહેનતને કારણે જ તેઓ બિઝનેસમાં સફળ થયા છે.
આકાશ અંબાણીએ આ કાર્યક્રમમાં પિતા મુકેશ અંબાણી જ નહીં પણ મમ્મી નીતા અંબાણી વિશે પણ વાત કરી હતી. આકાશે નીતા અંબાણી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મમ્મીને સોશિયલ વર્ક અને કલ્ચરલ એક્ટિવિટીમાં ખૂબ જ રસ ધરાવે છે. આ સિવાય ક્રિકેટમાં પણ તેમનો વિશેષ રૂચિ છે.
આપણ વાંચો: જીન્સ-ટી શર્ટમાં ફરવા નીકળી અંબાણી પરિવારની આ મહિલા, વિના મેકઅપ પણ…
વર્ક લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચેનું સંતુલન જાળવવા વિશે પણ આકાશ અંબાણીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આકાશે જણાવ્યું હતું કે કોઈ કોઈ વખત તો હું 12 કલાક કરતાં પણ લાંબો સમય કામ કરું છું અને મને આ પ્રેરણા મારા પિતા મુકેશ અંબાણી પાસેથી મળી છે.
આકાશે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે મુકેશ અંબાણીનું આ ડેડિકેશન અને તેમના પારિવારિક મૂલ્યોએ આજના યુવાનો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. એટલું જ નહીં જે લોકો જીવનમાં સફળ થવા માંગે છે એમના માટે મુકેશ અંબાણીના આ મૂલ્યો અને આદર્શ ખૂબ જ જરૂરી છે.
જો તમે પણ જીવનમાં સફળ થવા માંગો છો તો આજે જ એમના મૂલ્યોને જીવનમાં સ્થાન આપો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…