સ્પેશિયલ ફિચર્સ

Akash Ambani ફેવરેટ છે આ મિઠાઈ, જેના વગર અધૂરું છે દરેક સેલિબ્રેશન…

મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમનો પરિવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો હોય છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે બિઝનેસ સંભાળવાની વાત આવે ત્યારે આકાશ અંબાણી (Akash Ambani)નું નામ સૌથી પહેલાં આવે. પિતાના બિઝનેસને આગળ વધારવામાં આકાશ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

પરંતુ જ્યારે વાત આકાશની મનગમતી પ્રવૃત્તિની આવે તો તે તેને હરવુ-ફરવુ અને ખાવા-પીવાનું ખૂબ જ પસંદ છે. જોકે, એ વાતમાં તો કોઈ શંકા નથી કે આખો અંબાણી પરિવાર ખાણી-પીણીનો ખૂબ જ શોખિન છે. વાત કરીએ આકાશની મનગમતી મિઠાઈની-

આકાશ અંબાણીને ઈન્ડિયન અને ગુજરાતી ભોજન ખૂબ જ પ્રિય છે અને એમાં પણ ગોળ પાપડી કે ગોળની ચિક્કી મળી જાય તો તો પછી પૂછવું જ શું. ગોળ પાપડી એ ગુજરાતની પારંપારિક મિઠાઈમાંથી એક છે અને વારે-તહેવારે કે કોઈ પણ શુભ પ્રસંગે ગુજરાત અને એમાં પણ ખાસ કરીને ગુજરાતી પરિવારોમાં ગોળ પાપડી બનાવવામાં આવે છે. ઘઉંનો લોટ, ઘી અને ગોળથી બનતી આ મિઠાઈ સ્વાદિષ્ટ તો છે જ પણ એની સાથે સાથે તે એટલી જ હેલ્ધી પણ છે.

આપણ વાંચો: રાધિકાની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યા આકાશ અંબાણીના ઉચ્ચ સંસ્કાર…

અત્રે ઉલ્લેખનીય છે કે આકાશને સ્વીટ ખૂબ જ પસંદ છે અને આ જ કારણે તેના લગ્નમાં અનેક પ્રકારના ડેઝર્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સિવાય મુકેશ અંબાણીએ ખુદ એક વખત જણાવ્યું હતું કે તેમના ત્રણેય સંતાનોને થાઈ ફૂડ ખાવાનું ખૂબ જ પસંદ છે, બસ એ થાઈફૂડ વેજિટેરિયન હોવું જોઈએ.

ગુજરાતમાં ઢોકળા ખૂબ જ જાણીતા છે અને મોટાભાગના લોકોને ઢોકળા ખાવાનું પણ ખૂબ જ પસંદ છે. આમ તો દરેક રાજ્યમાં ઢોકળા ખૂબ જ સરળતાથી મળી જાય છે, પણ ઓથેન્ટિક ઢોકળા ખાવા હોય તો ગુજરાત સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી.

વાત અંબાણી પરિવારની હોય તો અંબાણી પરિવાર હંમેશાથી જ તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે અને લોકોને પણ એમના વિશે ઝીણામાં ઝીણી વિગત જાણવામાં રસ હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button