Salman Khanનું Exને લઈને ચોંકાવનારું નિવેદન, કહ્યું તો Aishwarya આજે…
બોલીવૂડ એક્ટ્રેસ Aishwarya Rai-Bachchan હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં જ ઐશ્વર્યાના એક્સ બોયફ્રેન્ડ એટલે કે Salman Khanએ એવો ચોંકાવનારો દાવો કર્યો હતો કે જેને સાંભળીને તમે પણ ચોંરી ઉઠશો. Abhishek Bachchan સાથેના લગ્ન પહેલાં ઈન્ડસ્ટ્રીમાં ઐશ્વર્યા અને સલમાનના અફેયરની ચર્ચા એકદમ જોરશોરથી ચાલી હતી. પરંતુ આખરે બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને છૂટા પડી ગયા. ત્યારથી બંને જણ એકબીજાની સામે આવવાનું કે બોલવાનું ટાળે છે, પણ એક સમય એવો પણ હતો કે જ્યારે સલમાને જાહેરમાં કહ્યું હતું કે તો કદાચ ઐશ્વર્યા મારી હોત…આવો જોઈએ આખરે કેમ સલમાને આવું કહ્યું…
આ પણ વાંચો : Salman Khan-Aishwarya Raiનો આ વીડિયો જોઈને Bachchan Family તો…
એક જૂના ઈન્ટરવ્યુમાં સલમાન ખાને ઐશ્વર્યા રાય અને ફિલમ હમ દિલ દે ચૂકે સનમ વિશે ટિપ્પણી કરી હતી. હવે એ વાત તો બધા જ જાણે છે કે ઐશ્વર્યા અને સલમાન બંને આ જ ફિલ્મના સેટ પર એકબીજાની નજીક આવ્યા હતા. આ ફિલ્મમાં સલમાન અને ઐશ્વર્યાની સાથે અજય દેવગણ પણ જોવા મળ્યો મળ્યો અને ત્રણેયની વચ્ચે ફિલ્મમાં દેખાડવામાં આવેલું લવ ટ્રાયેન્ગલ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતું, પણ ભાઈજાનને આ લવ ટ્રાયેન્ગલ સામે જ વાંધો પડ્યો હતો.
આ પણ વાંચો : Aishwarya Rai Bachchanને લઈને Salman Khan નહીં પણ Salim Khanએ આ શું કહ્યું?
ફિલ્મમાં અજય દેવગણે મહેમાન કલાકારની ભૂમિકા નિભાવી છે, પણ અજય દેવગણ બાજી મારી જાય છે. ઐશ્વર્યા રાય અને સલમાન ખાનના પ્રેમ સંબંધની જાણ હોવા છતાં ફિલ્મમાં પતિ તરીકે અજય તેને સલમાન પાસે લઈ જાય છે. પરંતુ આખરે પોતાનો પ્રેમનો ત્યાગ કરીને ઐશ્વર્યા પતિ અજય પાસે પાછી ફરે છે. આ જ કારણે સલમાનને ફિલ્મનો એન્ડ ખાસ કંઈ ગમ્યો નહોતો.
આ પણ વાંચો : Aishwarya સાથે Salman Khanએ કરેલી આ હરકત જોઈ Jaya Bachchan આજે પણ…
એક મુલાકાતમાં સલમાને આ વિશે મૌન તોડતા જણાવ્યું હતું કે ફિલ્મની સ્ક્રિપ્ટ મેં લખી હોત તો કદાચ ઐશ્વર્યા મારી હોત. નંદિનીએ સમીરની પસંદગી કરી હોત. એક ટિપિકલ ફિલ્મોમાં પ્રેમનું ખાસ મહત્ત્વ નથી હોતું.
આ પણ વાંચો : કોણ બન્યું Salman Khan-Aishwarya Rai-Bachchanની લવ સ્ટોરીમાં વિલન? વર્ષો બાદ સલમાને કર્યો ખુલાસો…
વર્ષો બાદ આજે પણ હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મ દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. ફિલ્મની સ્ટોરીની સાથે સાથે ગીતો પણ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. સોશિયલ મીડિયા પર આજે પણ ફિલ્મના કેટલાક દ્રશ્યોની ક્લિપ વાઈરલ થતી હોય છે.