મનોરંજન

Aishwarya Rai Bachchanને લઈને Salman Khan નહીં પણ Salim Khanએ આ શું કહ્યું?

મુંબઈઃ સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને વિવેક ઓબેરોય (Salman Khan, Aishwarya Rai Bachchan And Vivek Oberoi) ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એવા નામો છે કે જે એકબીજા સાથે ના હોવા છતાં પણ એકબીજા સાથે જોડાયેલા છે. ઐશ્વર્યા અને સલમાન અને ઐશ્વર્યા અને વિવેક ઓબેરોયના અફેરની ચર્ચા ઈન્ડસ્ટ્રીમાં જોરશોરથી થઈ અને તેમનું બ્રેકઅપ એટલું જ ખરાબ રહ્યું હતું. હવે આ મામલે સલમાનના પિતા સલીમ ખાને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય (Salman Khan-Aishwarya Rai Bachchan)ને છેલ્લે 1999માં સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)ની રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ (Hum Dil De Chuke Sanam)માં એક સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી અને એ સમયે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ફેન્સમાં બંનેની રિલેશનશિપને લઈને જોરશોરથી ચાલી રહી હતી. બંનેને એકબીજાને ડેટ પણ કર્યા અને આખરે 2002માં બંને જણ છુટા પડી ગયા.

સલમાનથી છૂટા પડ્યા બાદ ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ વિવેક ઓબેરોય (Vivek Oberoi) સાથે નામ જોડાયું. વિવેક અને ઐશ્વર્યાની વધતી જતી નજદીકીઓને કારણે સલમાન અને વિવેકના સંબંધો ખાટા થયા અને બંનેના ઝઘડા પણ થયા. હવે આ બધી વાતોના આટલા વર્ષો બાદ સલમાન ખાનના પિતા અને સ્ક્રીપ્ટ રાઈટર સલીમ ખાન (Salim Khan)એ આ મામલે ટિપ્પણી કરી છે. આવો જોઈએ સલીમ ખાને એવું તે શું કહ્યું…

સલીમ ખાને આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ઈમોશનલ ફિલિંગનો તાર્કિક કે તર્રક સંગત કોઈ સમાધાન નથી અને સલમાન અને વિવેક બંને ઈમોશનલ છે. વર્ષો બાદ એમને અહેસાસ થશે કે તેઓ બંને એક સાવ મૂર્ખામીભર્યા કારણને કારણે બાખડી પડ્યા હતા. જેના માટે લડ્યા એને કોઈ બીજું લઈ ગયું અને આ બંને જણ ત્યાંના ત્યાં જ રહી ગયા.

સલીમ ખાને આ જ ઈન્ટરવ્યુમાં પોતાના દીકરા સલમાનને લઈને એક ભવિષ્યવાણી પણ કરી હતી. 2009 બાદ સલમાનની જિંદગી સારી થશે અને સલમાન એ બધી સમસ્યાઓ અને મુશ્કેલીમાંથી બહાર આવશે, જેનાથી એ ઘેરાયેલો છે. આ ભાગ્યમાં લખેલું છે. સલમાને લગ્ન કરવા હશે તો એકાદ-બે વર્ષમાં થશે નહીં તો બસ પછી કોઈ જ શક્યતા નથી દેખાતી.
બે દાયકા બાદ વિવેક ઓબેરોય (Vivek Oberoi)એ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને સલીમ ખાનને લઈને તેમ જ ઈન્ડસ્ટ્રી વિશે ઘણી એવો વાતો કરી હતી જેને કારણે તેની ઈમેજ નેગેટિવ બની ગઈ. એટલું જ નહીં આને કારણે તેને કામ મળવાનું પણ બંધ થઈ ગયું હતું. જોકે બાદમાં એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેણે ઘણી બિનજરૂરી વાતો કરી છે અને એના પરિણામ પણ એને ભોગવવા પડ્યા છે.

વાત કરીએ સલમાન ખાન (Salman Khan)ની તો તે આજે પણ કુંવારો જ છે અને ફેન્સ આજે પણ ઐશ્વર્યા અને સલમાન ખાનને સાથે જોવા માટે એકદમ તલપાપડ હોય છે. જ્યારે ઐશ્વર્યાની વાત કરીએ તો ઐશ્વર્યાએ 2007માં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથે લગ્ન કર્યા હતા અને 2011માં તેણે દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો. ઐશ્વર્યા અને અભિષેકની ગણતરી આજે ઈન્ડસ્ટ્રીના આદર્શ દંપતિ તરીકે કરવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ