નેશનલસ્પેશિયલ ફિચર્સ

નીલ ગાયનો શિકાર કર્યા બાદ જ્યારે દીપડાએ મીડિયાકર્મી પર હુમલો કર્યો……

સોશિયલ મીડિયા પર આજકાલ હેરત પમાડે તેવા વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં જ રાજસ્થાનનો એક વીડિયો વારલ થયો છે, જેમાં દીપડાએ મીડિયાકર્મી પર હુમલો કર્યો હતો. આ દીપડાએ પહેલા નીલ ગાયનો શિકાર કર્યો હતો અને પછી ઝાડીઓમાં છુપાઇ ગયો હતો. ઝાડીઓમાં છુપાયેલા દીપડાને લોકો જંગલ તરફ ભગાડવાની કોશિશ કરી રહ્યા હતા. તેમની સાથે વીડિયો શૂટ કરવા માટે એક મીડિયાકર્મી પણ હતો. મોટી સંખ્યામાં લોકો ટેકરી પર ઉભા રહીને જોઈ રહ્યા હતા. તે જ સમયે દીપડો જંગલ તરફ ભાગવાને બદલે લોકો તરફ દોડવા લાગ્યો હતો. અચાનક દીપડાએ આવીને મીડિયાકર્મીનો પગ પોતાના જડબામાં પકડી લીધો હતો. આમ છતાં મીડિયાવાળાએ હિંમત બતાવી હતી પોતાની જાતને બચાવવા તેણે દીપડાના જડબાને તેના બીજા પગથી ધક્કો માર્યો, જેના કારણે દીપડો થોડોક પાછળ હટ્યો, પરંતુ તેણે ફરીથી હુમલો કરીને મીડિયાકર્મીનો હાથ પોતાના જડબામાં પકડી લીધો.

દીપડાએ હુમલો કરતાની સાથે જ અન્ય લોકો ભાગી ગયા હતા. દીપડો અને મીડિયાકર્મી બંને વચ્ચે લગભગ 5 મિનિટ સુધી સંઘર્ષ ચાલુ રહ્યો હતો. દૂરથી જોઈ રહેલા લોકોએ હિંમત એકઠી કરી અને પછી દીપડાને ભગાડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

ભારે જહેમત બાદ લોકોએ દીપડાને દોરડાથી બાંધી દીધો. મીડિયાકર્મીને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ પણ આવી પહોંચી હતી અને તેમણે દીપડાને કબજો લીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button