ચાર દિવસ બાદ ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, છ રાશિના જાતકો માટે આવશે Ache Din…

જ્યોતિષશાસ્ત્રમાં જ્યોતિષાચાર્યએ જણાવ્યું છે કે દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને આ ગોચરની 12-12 રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. આવું જ એક ગોચર ત્રણ દિવસ બાદ થવા જઈ રહ્યું છે. આ ગોચરને કારણે છ રાશિના જાતકોને ઘી-કેળાં થવાના છે. આવો જોઈએ કયો ગ્રહ ગોચર કરશે અને એનાથી કઈ રાશિના જાતકોને ફાયદો થવા જઈ રહ્યો છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગોચર કરવા માટે એક મહિનાથી પણ ઓછો સમય લે છે. 10મી મેના રોજ બુધ મીન રાશિમાંથી ગોચર કરીને મેષ રાશિમાં ગોચર કરશે અને 31મી મેના રોજ ફરી એક વખત બપોરે 12.20 કલાકે પોતાની રાશિ બદલીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 10મી મેના દિવસે ગ્રહોના રાજકુમાર બુધ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શુક્રવારના દિવસે સવારે 07.03 કલાકે બુધ મંગળની રાશિ મેષમાં પ્રવેશ કરશે અને આ ગોચરને કારણે છ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે.

મેષ રાશિમાં થઈ રહેલાં બુધના ગોચરને કારણે મિથુન રાશિના જાતકોને શુભ ફળ મળી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને મોટી મોટી સિદ્ધિઓ હાંસિલ થઈ રહી છે, જેને કારણે સમગ્ર પરિવારમાં ખુશીઓનું આગમન થઈ રહ્યું છે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહ્યો છે. મહેનત કરવાનું ચાલુ રાખશો તો 21 દિવસ સુધી આ રાશિના જાતકોને અઢળક લાભ થઈ રહ્યો છે.

કર્ક રાશિના જાતકો માટે બુધનું ગોચન પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સંકેત લઈને આવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન નવું કામ કરવું તમારા માટે વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નવી નોકરી મેળવવા માગતો હોવ તો તેના સુખદ પરિણામો મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં નવી ખરીદી કરવાના યોગ પણ બની રહ્યા છે. કરિયરમાં પણ તમારી પ્રગતિ થઈ રહી છે. નવી નવી તક મળી રહી છે.

સિંહ રાશિના જાતકો માટે મેષ રાશિમાં બુધનું ગોચન ખૂબ જ લાભદાયી નિવડશે. લાંબા સમયથી પ્રમોશન અને પગાર વધારાની અપેક્ષા રાખી રહ્યા છે તો તેમને ટૂંક સમયમાં જ સારા સમાચાર મળી શકે છે. દુશ્મનોને પરાજિત કરી શકશો. જે પણ કામ કરવાનું વિચારશો એમાં તમને 100 ટકા સફળતા મળી રહી છે. કોર્ટ-કચેરીના મામલામાં તમને રાહત મળતી જણાઈ રહી છે. વિદેશ પ્રવાસનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એ ઈચ્છા પણ પૂરી થઈ રહી છે.

તુલા રાશિના જાતકોને બુધની રાશિમાં પરિવર્તનના કારણે સાનુકૂળ પરિણામ મળશે. આ સમયગાળા દરમિયાન, તમે તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. અચાનક તમને વિદેશ જવાની તક મળશે. આટલું જ નહીં, કેટલાક સરકારી કામ મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તમને નવા કામ માટે પ્રસ્તાવ પણ મળશે. પૂજામાં રસ રહેશે.

ધન રાશિના જાતકો માટે પણ આ ગોચર શુકનિયાળ સાબિત થઈ રહ્યું છે અને આ ગોચર ધન રાશિના લોકોને સફળતા અપાવી રહ્યા છે. નવા પરિણીત યુગલો માટે સંતાન પ્રાપ્તિની શક્યતાઓ છે. વિવાહિત જીવનમાં રોમાંસ વધશે તો આનંદની અનુભૂતિ થશે. અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. આ સમયે નવો જીવન સાથી મળી શકે છે. જો તમે સરકારી નોકરી અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ સમયે સફળતા મળવાની સંભાવના છે.

કુંભ રાશિના કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને બુધ ગોચરનું શુભ પરિણામ મળશે. આ સમયે તમને નવો કોન્ટ્રાક્ટ મળી શકે છે, જે તમારા પગારમાં વધારો કરશે. આ સમયે વેપાર કરનારા લોકોને સારો ફાયદો થશે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે. આવકમાં વધારો થવાની ધારણા છે. 10મી મેથી 31મી મે સુધી ઘરમાં કોઈ શુભ અને મંગળ કાર્યનું આયોજન થઈ શકે છે.