આખરે કોણ છે એ વ્યક્તિ કે જે અંબાણીની પત્ની, દીકરી અને વહુ સાથે ફોટોમાં જોવા મળે છે?
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને એમના પરિવારની મહિલા મંડળની વાત કરીએ તો નીતા અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા અંબાણી અને રાધિકા મર્ચન્ટ દર થોડાક સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી હોય છે. પરંતુ આ વખતે ફોર અ ચેન્જ અંબાણી પરિવારની આ લેડીઝ ક્લબ સાથે ફોટોઝ ક્લિક કરાવીને કોઈ બીજું લાઈમલાઈટમાં આવી ગયું છે જેના વિશે આપણે વાત કરીશું.
માત્ર અંબાણી ફેમિલી નહીં પણ બોલીવૂડ અને બિઝનેસ હાઉસની અનેક પાર્ટીઓમાં આ શખ્શ જોવા મળે છે, પણ એના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે, જેના વિશે આજેઅમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ વ્યક્તિ છે ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામાની. છેલ્લાં એક વર્ષમાં જ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયો છે અને તે અવારનવાર સ્ટારકિડ્સ સાથે પાર્ટી કરતો કે હેંગ આઉટ કરતો જોવા મળી રહ્યો છે.
ઓરી અવારનવાર બોલીવૂડ સેલિબ્રિટીઝની બર્થડે પાર્ટી અને અન્ય ઈવેન્ટ્સમાં જોવા મળે છે, તેમ છતાં તેની લાઈફસ્ટાઈલ અને કનેક્શનને કારણે ઘણા લોકોને એવો સવાલ થાય છે કે આખરે ઓરી છે કોણ અને તે કરે છે શું? અનન્યા પાંડે, સારા તેંડુલકર, અને ન્યાસા દેવગન સહિતના અનેક સ્ટાર કિડ્સના મિત્ર ઓરીએ તેની પ્રોફાઈલ પર સ્પષ્ટ કંઈ લખ્યું ન હતું, પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે ઓરીના મુકેશ અંબાણી અને તેમના પરિવાર સાથે તેમના સારા સંબંધો છે, કારણ કે ઓરી નીતા અંબાણી, ઈશા અંબાણી ઉપરાંત સહિત અનેક પ્રસંગોએ અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળી છે. પરંતુ તેમ છતાં પણ ઓરીનું એ સિક્રેટ તો કાયમ જ છે કે આખરે તે તેની મોંઘી અને ખર્ચાળ લાઈફસ્ટાઈલને પહોંચી વળવા ઓરી આખરે કરે છે શું?
સોશિયલ મીડિયા પર પણ તેના પ્રોફેશન અંગે જાત જાતની વાતો થતી જ હોય છે, પણ હવે આ રહસ્ય પરથી પડદો ઉચકાઈ ગયો છે, કારણ કે ઓરીની LinkedIn પ્રોફાઇલ પર જોબ સંબંધિત માહિતી શેર કરવામાં આવી છે. ઓરીની LinkedIn પ્રોફાઇલ અનુસાર ઓરહાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)માં ‘સ્પેશિયલ પ્રોજેક્ટ મેનેજર’ તરીકે કામ કરે છે અને તે છેલ્લાં છ વર્ષથી અહીં રહે છે. આ ઉપરાંત ઓરીને ગ્રાફિક ડિઝાઇનિંગમાં પણ ખૂબ જ રસ છે.
ઓરીને અગાઉ અનેક વખત તેના પ્રોફેશનને લગતા પ્રશ્નો ઘણી વખત પૂછવામાં આવ્યા હતા અને તેણે દરેક વખતે આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જેના કારણે નેટીઝન્સ વચ્ચે આ અંગે સવાલો ઉઠી રહ્યા હતા. નેટીઝન્સે સોશિયલ મીડિયા પર એવું પણ લખ્યું હતું કે રિલાયન્સમાં તેમના કામના અનુભવને કારણે તેમના આકાશ, ઈશા અને અનંત અંબાણી સાથે સારા સંબંધો છે.