ધર્મતેજનેશનલસ્પેશિયલ ફિચર્સ

77 વર્ષ બાદ મકર સંક્રાતિ પર બની રહ્યા છે આ યોગ, એક ઉપાય કરશે ધનની વર્ષા…

આ વર્ષે 15મી જાન્યુઆરીના ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે અને દેશભરમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ સિવાય પણ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ તહેવાર એકદમ ખાસ છે કારણ કે આ જ દિવસે સૂર્ય રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાં પ્રવેશ કરે છે.

આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાની સલાહ જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવે છે જેમાં મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું, સૂર્યદેવને જળ અર્પણ કરવું અને દાન કરવાનો સમાવેશ થાય છે. પરંતુ આ વખતની મકરસંક્રાંતિ એકદમ ખાસ છે, કારણ કે આ દિવસે એવા શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે કે જે ખૂબ જ ફળદાયી સાબિત થવાના છે. આવો જોઈએ કયા છે આ શુભ યોગો…

મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર વખતે 15મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે રવિ યોગ અને વરિયાણ યોગ એમ બે શુભ યોગ બની રહ્યા છે, જેને કારણે મકરસંક્રાંતિ ખૂબ જ ખાસ બની રહી છે. વાત જાણે એમ છે કે, પૂરા 77 વર્ષ બાદ મકરસંક્રાંતિ પર આ વરિયાણ યોગ રચાઈ રહ્યો છે અને એની સાથે સાથે આ રીતે મકરસંક્રાંતિ પર રવિ યોગની રચના એ પણ એક અદ્ભુત સંયોગ છે.

મકરસંક્રાંતિના આખા દિવસ દરમિયાન વરિયાણ યોગ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. વરિયાણ યોગ 14મી જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 2:40 કલાકથી શરૂ થશે અને 15મી જાન્યુઆરી, 2024 ના રોજ 11:10 કલાક સુધી રહેશે.
મકરસંક્રાંતિના દિવસે અમુક ખાસ ઉપાયો કરીને તમે મા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત કરી શકો છો. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે શુક્ર ઉચ્ચ રાશિમાં હોય ત્યારે આ વરિયાણ યોગનું નિર્માણ થાય છે જે ખૂબ જ અસરકારક છે. આ દિવસે જો કુબેર મંત્ર, મા લક્ષ્મી મંત્ર અને શુક્ર મંત્રનો જાપ કરવામાં આવે તો ધનપ્રાપ્તિ થઈ શકે છે.

આ ઉપરાંત જમીન ખરીદવી, નવી કાર ખરીદવી, ઘર ખરીદવું, મુંડન કરવું, મકાનનું બાંધકામ વગેરે શરૂ કરવામાં આ વરિયાણ યોગમાં શુભ ફળ આપે છે. જોકે, આ વખતે શુક્ર આઠમા ભાવમાં અને વૃશ્ચિક રાશિમાં છે, જેને કારણે વરિયાણ યોગની જોઈએ એવી ખાસ અસર નહીં જોવા મળે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button