50 વર્ષ બાદ શુક્ર અને રાહુની યુતિ બનાવશે આ રાશિના માલામાલ…
જયોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું એક આગવું મહત્વ જણાવવામાં આવ્યું છે અને ઘણી વખત આ ગ્રહો એકબીજા સાથે યુતિ કરીને શુભાશુભ યોગ બનાવે છે. જેની તમામ રાશિ પર સારી નરસી અસર જોવા મળે છે. આજે એટકે કે 31મી માર્ચના દિવસે ગ્રહોના સેનાપતિ શુક્ર મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે અને મીન રાશિમાં પહેલાંથી જ માયાવી ગ્રહ રાહુ બિરાજમાન છે.
શુક્ર અને રાહુની યુતિથી વિપરીત રાજયોગ બની રહ્યો છે અને 24મી એપ્રિલ સુધી એની અસર જોવા મળશે. આ રાજયોગને કારણે અમુક રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ રાશિ માટે આ સમયગાળો સોનેરી સમય લઈને આવી રહ્યો છે…
શુક્ર અને રાહુની યુતિ કર્ક રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થવાની છે. તમને તમારા હાર્ડ વર્કનું પરિણામ મળી રહ્યું છે. ઘરમાં સુખ-શાંતિનો માહોલ જળવાઈ રહેશે. આજે તમે તમારા મનગમતા પાર્ટનર સાથે ડેટ પર પણ જઈ શકો છો. આવક વધારવા માટે તમે નવા નવા સ્રોત ટ્રાય કરશો. નવી જોબ મળશે એવી શક્યતા છે.
આ રાશિના લોકો માટે આ યુતિ શુભ માનવામાં રહી છે. આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. લાઈફમાં રોમાન્સ અને અટ્રેક્શન બની રહેશે. નાની-મોટી ટ્રીપ પર જવાનું પ્લાનિંગ કરી શકો છો. કરિયરમાં નવા નવા ટાસ્ક મળી શકે છે. પ્રોફેશનલી અને ફાઈનાન્શિયલી સ્ટેબલ થઈ શકે છે.
મિથુન રાશિના લોકો માટે શુક્ર અને રાહુની યુતિથી બની રહેલો વિપરીત રાજયોગ ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. કામના સ્થળે કે વેપારમાં તમને ઈન્વેસ્ટમેન્ટ માટે કોઈ સારી ડીલ મળી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નાણાંકીય રીતે તમારા માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેવાનો છે. પૂજા-પાઠમાં સમય પસાર કરશો.