WATCH: તમે ક્યારેય આટલી ક્યૂટ હનુમાન ચાલીસા નહી સાંભળી હોય

ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આખું ભારત પ્રભુ રામના રંગે રંગાઈ ગયું છે. ત્યારે અત્યારે વડીલ, વૃદ્ધ, યુવાન કે પછી બાળકો બધાના મુખે પ્રભુ રામનું નામ સાંભળવા મળે છે. પરંતુ તમે ઘણી વાર એકદમ નાના બાળકના મુખેથી કેટલાક ભગવાનના નામના ઉચ્ચાર સાંભળો તો તમને તે અતિપ્રિય લાગે છે. કારણકે બાળકોના મન એકદમ સાફ હોય છે તે ક્યારેય કોઈ ચાલાકી નથી કરતા એટલે તેમનું બોલવું આપણને ખૂબજ ભાવભર્યું લાગે છે.
બાળકોના કરેલા તોફાન પણ ઘણી વાર ક્યૂટ લાગે છે. ઘણી વાર તો એનું પણ થાય કે તેમનાથી કંઈ નુકસાન થયું હોય તો પણ તેમનો ચહેરો જોઈને ગુસ્સો સાવ ઓગળી જાય. ઘણી વાર બાળકો પોતાની કાલીઘેલી ભાષામાં એવું સરસ બોલતા હોય કે આપણને પરાણે વહાલ આવી જાય તેમની પર એમાંય જો કોઈ બાળક ભગવાનનું નામ બોલે તો….તો ચાલો આજે તમારો દિવસ બની જાય એવો મસ્ત વીડિયો બતાવું અને સંભળાવું પણ….
અહી એક વીડિયોમાં એક નાનકડી સુંદર ઢીંગલી હનુમાન ચાલીસાનો પાઠ કરતી જોવા મળે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં એક નાની સુંદર બાળકી જોવા મળી રહી છે. વીડિયોની શરૂઆતમાં છોકરીની માતા તેને હનુમાન ચાલીસા શીખવાડવાનો પ્રયાસ કરે છે. ત્યારે એ બાળકી કહે છે ‘ના…ના તું ના કહે, હું મારી જાતેજ બોલીશ.’ અને પછી તેની કાલીઘેલી ભાષામાં બાળકી હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગે છે. વચ્ચે જ્યારે તે હનુમાન ચાલીસાને ભૂલી જાય છે. ત્યારે તેની માતા તેને કહે છે મેં તને કહ્યું હતું કે આપણે સાથે મળીને ગાઈએ. ત્યારે એ બાળકી કહે છે ‘ઠીક છે.’
બાળકીનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ બે કરોડ વખત જોવામાં આવ્યો છે.
વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં બાળકીની ક્યૂટનેસ અને તેના હનુમાન ચાલીસાના પઠન કરવાની રીતને જોઈને લોકો ઓળઘોળ થઈ રહ્યા છે. આ વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું હનુમાનજી હંમેશા તારી સાથે જ રહે. જ્યારે તું હાથ જોડે છે ત્યારે જ તારી પ્રાર્થના ભગવાન સ્વીકારી લે છે. અન્ય એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું હતું કે આ સાંભળીને હનુમાનજી સાક્ષાત પ્રકટ થઈ જશે.
WATCH HERE: https://www.instagram.com/reel/C11lGfLJPwZ/?utm_source=ig_embed&ig_rid=8611e713-3c57-4bc2-be5b-695786f6971e