ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

OMG લંડનમાં રૂ. 14460000000નું ઘર ખરીદ્યું આ ભારતીયે, Mukesh Ambani પણ રહી ગયા પાછળ…

લંડનમાં બીજું સૌથી મોંઘું ઘર ખરીદીને એક ભારતીયે ભારત જ નહીં પણ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani)ને પણ પાછળ છોડી દીધા છે. આ ઘરની કિંમત 1,446 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. હવે તમને થશે કે ભાઈસાબ કોણ છે એ ભારતીય કે જેણે લંડનમાં બીજું સૌથી મોંઘુ ઘર ખરીદીને ધ ગ્રેટ અંબાણીઝને પાછળ મૂકી દીધા છે? ચાલો તમને એના વિશે જણાવીએ. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલા (Adar Poonawalla) છે અને આ સાથે જ તેમણે ઈતિહાસ રચી દીધો છે.

42 વર્ષીય અબજોપતિ આદર પુનાવાલાએ હાઈડ પાર્ક નજીક 100 વર્ષ જૂના એબરકોનવે હાઉસ ખરીદ્યું છે અને એવું કહેવાય છે કે આ ઘર પોલેન્ડના સૌથી અમીર વ્યક્તિ અને દિવંગત ઉદ્યોગપતિ જાન કુલજિકની દીકરી ડોમિનિકા કુલજિગનું હતું. જોકે, સુત્રોનું એવું કહેવું છે કે પુનાવાલા પરિવાર કાયમીસ્વરુપે બ્રિટને શિફ્ટ થવાની યોજના નથી બનાવી રહ્યું. આ ઘર કંપની અને પરિવાર માટે બ્રિટનમાં રહેવા માટે એક આધારભૂત સ્તંભ તરીકે કામ કરશે.

આ ઘરની ગણતરી લંડનમાં વેચાયેલું સૌથી મોંઘું બીજા નંબરનું ઘર બની ગયું છે. વાત કરીએ સૌથી મોંઘા પહેલાં નંબરના ઘરની તો તે જાન્યુઆરી, 2020માં 19,000 કરોડ રૂપિયામાં વેચાયું હતું અને એક રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર આ ઘર સાઉદી અરેબિયાના ભૂતપૂર્વ ક્રાઉન પ્રિન્સ સુલ્તાન બિન અબ્દુલ અઝીઝની પ્રોપર્ટી હતું એવરગ્રાંડેના સંસ્થાપક અને અધ્યક્ષ હૂઈ કા યાનને વેચવામાં આવ્યું હતું.

Adar Poonawalla buys second most expensive house in London
image source – indiaTimes



લંડનમાં અનેક ભારતીય ઉદ્યોગપતિઓના આલિશાન ઘર આવેલા છે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ની સ્ટોક પાર્કમાં એક આલિશાન હોટેલ આવેલી છે. આ હોટેલમાં 49 બેડરૂમ, 13 ટેનિસ કોર્ટ, 14 એકરનું પ્રાઈવેટ ગાર્ડન અને 27 હોલનું ગોલ્ફ કોર્સ આવેલું છે અને મુકેશ અંબાણીએ આ હોટેલ, 2020માં 529 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

આ સિવાય લંડના પોશ એરિયામાં લક્ષ્મી મિત્તલના બંગલા પણ આવેલા છે. એવું કહેવાય છે કે બિશન એવેન્યુમાં સ્થિત સમર પેલેસ તેમની જ પ્રોપર્ટી છે. 2004માં કેસિંગ્ટન પેલેસ ગાર્ડનમાં 12 બેડરૂમવાળા એક આલિશાન ઘરને તેમણે 630 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?