Mukesh Ambani વાપરે છે આ સ્પેશિયલ ફોન, કિંમત એટલી કે…
મુકેશ અંબાણી (Mukesh Ambani)ની ગણતરી દેશના જ પણ દુનિયાના ધનવાન વ્યક્તિમાં કરવામાં આવે છે અને હાલમાં જ મુકેશ અંબાણીએ પોતાના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્નમાં પણ છુટ્ટા હાથે ખર્ચ કર્યો હતો. આટલી ધનદૌલત હોવા છતાં પણ મુકેશ અંબાણી ખૂબ જ સિમ્પલ અને ડાઉન અર્થ લાઈફસ્ટાઈલ જીવવામાં માને છે. શું તમને ખબર છે કે લાખો-કરોડો રૂપિયાના માલિક એવા મુકેશ અંબાણી પાસે કયો સ્માર્ટ ફોન છે? એની શું ખાસિયત છે?નહીં ને? ચાલો તમને એ વિશે જણાવીએ-
અંબાણી પરિવારના દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને કારણે લાઈમ લાઈટમાં આવતો હોય છે, પણ મુકેશ અંબાણી જ એક એવા સભ્ય છે કે જે પોતાની સાદગીને કારણે લાઈમલાઈટ ચોરી લેતાં હોય છે. આ જ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ્યારે અયોધ્યા ખાતે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુકેશ અંબાણી સપરિવાર સામેલ થયા હતા અને આ જ દરમિયાનના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં મુકેશ અંબાણીના હાથમાં એમનો ફોન જોવા મળ્યો હતો.
રિપોર્ટ્સમાં કરાઈ રહેલાં દાવા અનુસાર મુકેશ અંબાણીના હાથમાં જોવા મળેલો ફોનનો મોડલ આઈફોન 15 પ્રો મેક્સ (iPhone 15 Pro Max) હતો. આ ફોન એપ્પલની લેટેસ્ટ આઈફોન સિરીઝમાં છે.
આઈફોન 15 પ્રો મેક્સ મોડલ આઈફોન 15 સિરીઝનો સૌથી મોંઘો ફોન છે. આ ફોનમાં 1 ટીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત ભારતમાં આશરે બે લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. જ્યારે તેના 2.56 જીબી સ્ટોરેજવાળા વેરિયન્ટના ફોનની કિંમત 1.50 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
આઈફોન 15 પ્રો મેક્સ એ સૌથી મોટું દમદાર મોડેલ છે અને આ ફોન તેના દમદાર કેમેરા અને શાનદાર ડિસ્પ્લેથી લેસ છે. આ ફોન ગ્રેડ-5 ટાઈટેનિયમથી લેસ છે અને પાણીમાં પણ વાપરી શકાય છે. મુકેશ અંબાણી સિવાય નીતા અંબાણી (Nita Ambani)ના હાથમાં પણ અયોધ્યામાં આ સેમ મોડેલનો ફોન જોવા મળ્યો હતો. આ ફોન ભારતમાં અનેક સેલિબ્રિટીના હાથમાં જોવા મળી જાય છે.