મૃત્યુ પછીના ૧૩ દિવસ કેમ હોય છે પરિવાર માટે મહત્વના? ગરુડ પુરાણનું સત્ય જાણો

મૃત્યુ એ જીવનની અનિવાર્ય અને કડવી બાબત છે, જેનાથી કોઈ બચી શકતું નથી. પ્રિયજનનું અવસાન થાય ત્યારે અપાર દુઃખ હોય છે અને અંતિમસંસ્કાર પછી પણ આત્માની શાંતિ માટે અનેક વિધિ-અનુષ્ઠાન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મૃત્યુ પછી મૃતકનો આત્મા તુરંત પરલોક જતી નથી, પણ તે 13 દિવસ સુધી પૃથ્વી પર જ પરિવારની વચ્ચે રહે છે અને પોતાના કર્મોનું મંથન કરે છે. આવું ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે.

ગરુડ પુરાણમાં જણાવ્યા મુજબ મૃત્યુ પછી આત્મા 13 દિવસ સુધી પોતાના પરિવાર અને ઘરની આસપાસ રહે છે. આ સમયે પરિજનોને તેની હાજરીનો અનુભવ પણ થઈ શકે છે. આત્મા પોતાના જીવનના સારા-નરસા કર્મોને યાદ કરે છે અને પરિવારના શોકને જોઈને વ્યથિત થાય છે.

મૃત્યુ પછી આત્મા શરૂઆતમાં ગૂંચવાયેલો રહે છે અને તેને સમજવામાં સમય લાગે છે કે તેણે શરીર છોડી દીધું છે. તે સાંસારિક મોહમાંથી મુક્ત થવા તૈયાર થાય છે. આ કારણે જ શાસ્ત્રોમાં 13 દિવસના વિશેષ પૂજા-અનુષ્ઠાનનો વિધાન છે, જે આત્માને સાચી દિશા આપે અને પરલોકની યાત્રા માટે મદદ કરે છે.
હિંદુ ધર્મમાં મૃત્યુ પછી 10થી 13 દિવસનું સૂતક લાગે છે. આ સમયે ઘરમાં શુભ કાર્યો, નવા કામની શરૂઆત, કપડાં-ઘરેણાં કે વાહનની ખરીદી નિષેધ છે. માંસાહારથી દૂર રહેવાની સાથે તામસિક વસ્તુઓથી દૂર રહે છે. આ નિયમો આત્માની શાંતિ અને મોક્ષ માટે મહત્વના છે.



