એક મહિના સુધી 8થી 10 કલાક દોઢ ટનનું એસી ચલાવશો તો કેટલું આવશે ઈલેક્ટ્રિસિટી બિલ? જાણો આખું ગણિત…

હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને પંખા કે એસી વિના એક મિનીટ પણ રહેવાનું અઘરું થઈ પડ્યું છે. કાળઝાળ ગરમીમાં એસી અને પંખા શરીરને ભલે ઠંડક આપે છે, ખિસ્સા પર આ ઠંડક ખૂબ જ ભારે પડી શકે છે.
આજે અમે અહીં તમને એક વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે તમે 1.5 ટનનું એસી 10 કલાક સુધી ચલાવો છો તો કેટલું બિલ આવે છે? જો તમે પણ આ જાણવા માંગતા હોવ તો આ સ્ટોરી તમારે છેલ્લે સુધી ચોક્કસ જ વાંચી લેવી જોઈએ…
હાલમાં ઓફિસ હોય કે ઘરમાં એસી વિના રહેવાનું અઘરું છે. દિવસોના કલાકો સુધી એસી ચલાવવું પડે છે. સામાન્યપણે મે મહિનામાં 8થી 10 કલાક સુધી એસી ચલાવવું પડે છે.
આપણ વાંચો: ઉનાળામાં વધુ આવે છે ઈલેક્ટ્રિસિટી બિલ? આ સ્માર્ટ ટ્રિક ફોલો કરો અને જુઓ મેજિક…
પરંતુ હાલમાં એપ્રિલ મહિનામાં જ 8થી 10 કલાક એસી ચલાવવાની ફરજ પડી રહી છે. પણ શું ક્યારેય વિચાર્યું છે ખરું કે રોજ તમે 1.5 ટનનું એસીને દરરોજ 10 કલાક સુધી ચલાવશો તો કેટલું બિલ આવશે? ચાલો જાણીએ આ પાછળનું કેલ્ક્યુલેશન.
ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડની વેબસાઈટ પર એક યુસેઝ કેલક્યુલેટર આપવામાં આવ્યું છે, જેની મદદથી તમે જાણી શકો છો કે એસીમાં દરરોજ તમને મહિનામાં કેટલા યુનિટ વીજળીનો ઉપયોગ કરો છો અને એ માટે તમારે કેટલા પૈસા ચૂકવવા પડી શકે છે.
આપણ વાંચો: કેટલું હતું અંબાણી પરિવારના ઘરનું પહેલું ઈલેક્ટ્રિસિટી બિલ? આંકડો સાંભળીને….
1.5 ટન એસીની કેપેસિટી 2250 વોટની હોય છે. કેલક્યુલેટરના હિસાબે તો તમે 8થી 10 કલાક એસી ચલાવીને 675 યુનિટ વીજળીનો ઉપયોગ કરો છો અને જો પ્રતિ યુનિટના પૈસાની વાત કરીએ તો એક યુનિટ માટે જો તમારે 7 રૂપિયા ચૂકવવા પડતા હોય તો 675 યુનિટ માટે તમારે મહિનાનું 4,725 રૂપિયાનું ઈલેક્ટ્રિસિટી બિલ ચૂકવવું પડી શકે છે. હવે ખ્યાલ આવી ગયો ને કે એક મહિના સુધી દોઢ ટનનું એસી 8થી 10 કલાક એસી ચલાવશો તો એ માટે કેટલો ખર્ચ આવશે.
છે ને એકદમ કામની સ્ટોરી? આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.