Viral Video: દીકરી આરાધ્યાને જોતાં જ ઈમોશનલ થયેલા Abhishek Bachchan એ કહ્યું કંઈક એવું કે…

બોલીવૂડનું પાવર કપલ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છેલ્લાં કેટલાય સમયથી ડિવોર્સની વાતોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ બંનેમાંથી કોઈએ આ બાબતે ઓફિશિયલી કંઈ પણ કહ્યું નથી. દરમિયાન કપલના સોશિયલ મીડિયા પર પરિવારના જૂના જૂના વીડિયો વાઈરલ થવા લાગ્યા છે.
આ પણ વાંચો : સોમનાથ માટે બલિદાન આપનારા હમીરજી ગોહિલની કથા આવશે બૉલીવુડને પડદે!
આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં અભિષેક પોતાની લાડકવાયી દીકરી આરાધ્યાને જોઈને ઈમોશનલ થઈ જાય છે અને બધાની હાજરીમાં જ આઈ લવ યુ આરાધ્યા કહીને તેના પર વ્હાલ વરસાવતો જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં અભિષેક બચ્ચન એક એવોર્ડ ફંક્શનમાં પર્ફોર્મ કરવા માટે જાય છે અને જેવું તેમનું પર્ફોર્મન્સ પૂરું થાય એટલે સૌથી પહેલાં તો તે સ્ટેજ પરથી જ આરાધ્યાને થેન્ક્યુ કહે છે અને પછી ઐશ્વર્યાના વખાણ કરે છે. દીકરી આરાધ્યા પર વ્હાલ વરસાવતા આરાધ્યાને અભિષેક લવ યુ આરાધ્યા મારી પ્રિન્સેસ કહે છે. અહીંયા તમારી જાણ માટે કે સોશિયલ મીડિયા પર લોકો બચ્ચન પરિવારના આ જૂના વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
પિતા અને દીકરીનો શાનદાર બોન્ડ આ વીડિયોમાં જોવા મળે છે. ઐશ્વર્યા અને આરાધ્યા વચ્ચે તો ખૂબ જ સ્ટ્રોન્ગ બોન્ડ છે જ પણ એની સાથે સાથે અભિષેક અને આરાધ્યાનો બોન્ડ પણ ખૂબ જ મજબૂત હોય છે. બંને અવારનવાર સાથે ફોટો ક્લિક કરાવતા જોવા મળે છે. પરંતુ જ્યારથી ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે ભંગાણ પડ્યું છે ત્યારથી ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યા સાથે જોવા મળતા નથી.
આ પણ વાંચો : Sonakshi Sinhaના બચાવમાં આવ્યા Shatrughan Sinha, કહ્યું મારા ત્રણેય સંતાનો…
ફેન્સ એવી આશા રાખી રહ્યા છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે વધુ ઝડપથી બરાબર થઈ જાય અને પાછું તેમનું આ પાવર કપલ સાથે જોવા મળે.