સ્પેશિયલ ફિચર્સ

Aaye Siyah Ey Zangi: Amimalના ગીત પર આવો ડાન્સ તમે ક્યારેય નહીં જોયો હોય

દરેક માટે ખુશીની પળ અલગ હોય પણ જ્યારે પણ ખુશી થાય ત્યારે મન નાચવા લાગે અને જો મ્યુઝિક વાગતું હોય તો તન પણ નાચે. હવે બાળકો માટે આજના સમયમાં સૌથી વધારે મજાની વાત હોય તો એ કે પરીક્ષા પુરી થઈ ગઈ. બસ, તો આ ખુશી એક છોકરીએ વ્યક્ત કરી, પણ એવી તો મસ્ત રીતે કરી કે તેનો વીડિયો વાયરલ થયો અને તે જોઈને તમને પણ નાચવાનું મન થઈ જશે.

viral video વીડિયોમાં એક છોકરી પોતાનું છેલ્લું પેપર આપીને ઘરે પહોંચે છે. Jamal Kuduનું ગીત કદાચ ઘરમાં કે પડોશમાં પહેલેથી જ વાગી રહ્યું હતું. આ ગીતની ધૂન સાંભળતા જ છોકરી નાચવા લાગે છે અને સ્કૂલ બેગ માથા પર રાખીને નાચતી તેના ઘરમાં પ્રવેશે છે. આ વીડિયો @arvindchotia દ્વારા તેમના અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

ડાન્સ એન્ટ્રી વખતે છોકરીના ચહેરા પર જે ખુશી જોવા મળે છે. તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. પરીક્ષાના અંતે આટલી ખુશી કદાચ પહેલીવાર જોવા મળી હશે. છોકરીની આ ક્યૂટ સ્ટાઈલ ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

એક યુઝરે લખ્યું- આ એક મસ્ત વીડિયો છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું- બાળકો દિલથી સાચા હોય છે. જ્યારે એકે લખ્યું કે – અમે પણ પરીક્ષાના પૂરી થાય એટલે આ રીતે ઉજવતા, પરંતુ કોઈ તેને રેકોર્ડ કરી શક્યું નહીં કારણ કે તે સમયે કેમેરા અને રીલ ખૂબ મોંઘા હતા.

Jamal Kuduના આ ગીતને ફિલ્મ એનિમલમાં અબ્રરાર એટલે કે બોબી દેઓલની એન્ટ્રી સમયે યુઝ કરવામાં આવ્યું છે. આ ગીત પરથી ઘણા ડાન્સ વીડિયો અને રીલ્સ બન્યા છે, પણ કહેવાય છે કે જ્યારે હૃદય નાચી ઉઠે ત્યારે તેની રીધમ કઈક અલગ જ હોય છે. એટલે જ આ છોકરીનો વીડિયો આટલો નેચરલ અને ક્યૂટ લાગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button