આધાર કાર્ડ પરથી હવે દૂર થશે નામ, સરનામું અને ડેટ ઓફ બર્થ… જાણી લો કારણ

ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડ એ એક જરૂરી દસ્તાવેજમાંથી એક છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા હવે આધાર કાર્ડને લઈને મહત્ત્વના ફેરફાર કરવાનો વિચાર કરાઈ રહ્યો છે.
આજના ડિજિડટલ વર્લ્ડમાં આધાર કાર્ડનો વધી રહેલો દુરુપયોગ ઘટાડવા અને ઓફલાઈન વેરિફિકેશનને દૂર કરવા માત્ર ફોટ અને ક્યુઆર કોડ રાખવામાં આવશળે. આનો અર્થ એવો થયો કે આધાર કાર્ડ પરથી હવે નામ, સરનામું અને ડેટ ઓફ બર્થ જેવી માહિતી હટાવવામાં આવશે. ચાલો જાણીએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી..
આપણ વાચો: UIDAI લોન્ચ કરશે નવી ‘આધાર એપ’: નવા ફિચરથી આધાર કાર્ડ રહેશે સલામત!
આધાર કાર્ડ એ દરેક નાગરિકો માટે ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ છે. આ બાબતે માહિતી આપતા સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર મહિનામાં આધારને લઈને એક મહત્ત્વનો નિયમ અમલમાં મૂકવામાં આવશે.
આ નિયમ અનુસાર હોટેલ, ઈવેન્ટ અને અન્ય જગ્યાઓ પર આધાર કાર્ડની કોપી લઈને ઓફલાઈન વેરિફિકેશન બંધ કરાવવામાં આવશે. આ સાથે સાથે જ એજ વેરિફિકેશનને વધારે કડક બનાવવામાં આવશે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલા માહિતી અનુસાર આધાર કાર્ડ પર હાલમાં ફોટોની સાથે સાથે નામ, સરનામું અને ડેટ ઓફ બર્થ જોવા મળે છે. જ્યાં સુધી કાર્ડ પર ડિટેઈલ્સ છપાશે ત્યાં સુધી લોકો તેને જ સાચી માનશે અને તેનો ખોટો ઉપયોગ થઈ શકે છે. આ માટે આધાર કાર્ડ પર ખાલી ફોટો અને એક ક્યુઆર કોડ હોવા જોઈએ.
આપણ વાચો: ટ્રમ્પના નામે નકલી આધાર કાર્ડ બનાવ્યાનો રોહિત પવારે ખુલાસો કર્યા બાદ એફઆઈઆર દાખલ
આધાર એક્ટચ પહેલાંથી જ ઓફલાઈન વેરિફિકેશન અને ફોટો કોપી રાખવા પર રોક લગાવે છે અને તે છતાં કેટલીક હોટેલ્સ, બેંક, ઈવેન્ટ કંપનીઓ આજે પણ આધાર કાર્ડની ફોટો કોપી સ્ટોર કરે છે. હવે યુઆઈડીએઆઈ એવો કાયદો લાવશે કે જેનાથી ફિઝિકલ કોપી વેરિફેશનમાં ઘટાડો થશે અને આધાર માત્ર ક્યુઆર કોડ કે નંબરની મદદથી ઓનલાઈન ઓથેન્ટિકેશન થઈ શકે છે.
આ ઉપરાંત આધાર કાર્ડનો ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ ના થવો જોઈએ. માત્ર નંબર અને ક્યુઆર કોડથી જ વેરિફિકેશન થવું જોઈએ નહીં તો તે ફેક કે બનાવટી હોઈ શકે છે. આ સિવાય યુઆઈડીએઆઈ ટૂંક સમયમાં જ એક એવી એપ લોન્ચ કરશે, જે એમઆધારની જગ્યા લેશે. જે ડિજિટલ પર્લનલ ડેટા પ્રોટેક્શન એક્ટના અનુરૂપ બનાવવામાં આવી રહી છે.
નવા આધાર કાર્ડની આ છે ખાસિયત…
એડ્રેસ પ્રૂફ અપડેટ
મોબાઈલ ના હોય એવા સદસ્યોને પણ જોડી શકશો
ફેસ ઓથેન્ટિકેશથી મોબાઈલ નંબર અપડેટ
ઈવેન્ટ, એન્ટ્રી, હોટેલ ચેક ઈન, થિયેટર્સ, ઉંમર સંબંધિત વસ્તુઓની ખરીદી, સ્ટુડન્ટ વેરિફિકેશન, સોસાયટી એન્ટ્રી બધામાં ક્યુઆર આધારિત આધાર વેરિફિકેશન



