શું તમે જાણો છો A1 અને A2 દૂધ વચ્ચેનો તફાવત? જાણો લો તમારા માટે ક્યું છે સૌથી બેસ્ટ

છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા અને દૂધ-ઘી વેચતી કંપનીઓ A2 દૂધને ‘સુપર હેલ્ધી’ ગણાવીને વેચી રહી છે, જ્યારે A1 દૂધને ઓછું ફાયદાકારક બતાવે છે. ગયા વર્ષે FSSAIએ A1 અને A2 લખવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પછી પાછો ખેચી લીધો, પરંતુ આજે પણ બજારમાં બંને પ્રકારનાં દૂધ મળે છે અને લોકો મુંઝવણમાં છે કે આખરે કયું દૂધ પીવું સારું? આજે આપણે સરળ ભાષામાં સમજીએ કે A1 અને A2માં શું તફાવત છે અને તમારા માટે કયું વધુ સારું રહેશે.
A1 અને A2 એટ
ગાયના દૂધમાં ચરબી, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન એમ મુખ્ય ત્રણ ઘટક હોય છે. આ પ્રોટીનમાંથી લગભગ 80 ટકા ‘કેસીન’ હોય છે અને તેમાંથી ૩૦ ટકા ‘બીટા-કેસીન’ હોય છે. આ બીટા-કેસીનના A1 અને A2 બે મુખ્ય પ્રકાર છે. ભારતીય દેશી ગાયો (જેમ કે ગીર, સાહીવાલ)માં મોટે ભાગે A2 જ હોય છે, જ્યારે વિદેશી નસ્લની ગાયો (હોલ્સ્ટીન, જર્સી)માં A1 વધુ દૂધ મળે છે. બંને વચ્ચે માત્ર એક જ એમિનો એસિડનો તફાવત છે, પરંતુ એ જ તફાવત આરોગ્ય પર અસર કરી શકે છે.
પાચન અને આરોગ્ય પર અસર
કેટલાક અભ્યાસ કહે છે કે A1 બીટા-કેસીન પચતી વખતે શરીરમાં ‘BCM-7’ નામનું એક પેપ્ટાઇડ બને છે, જે કેટલાક લોકોમાં પેટમાં બળતરા, ગેસ કે અન્ય સમસ્યા કરી શકે છે. A2માં આ પેપ્ટાઇડ નથી બનતું, એટલે તે સરળતાથી પચી જાય છે. જોકે હજુ સુધી વૈજ્ઞાનિકો એકમત નથી કે A1 દૂધથી ડાયાબિટીસ, હૃદયરોગ કે ઓટિઝમ જેવા રોગ થાય છે. જેના માટે વધુ સંશોધનની જરૂર છે.
ઘણી કંપનીઓ A2ને ‘જાદુઈ’ અને A1ને ‘હાનિકારક’ ગણાવે છે, પરંતુ સત્ય એ છે કે બંને પ્રકારના દૂધમાં પોષક તત્વો લગભગ સરખા જ હોય છે. જો તમને સામાન્ય દૂધ પીવાથી પેટમાં તકલીફ થતી હોય તો A2 અજમાવી શકો, પરંતુ એનો અર્થ એ નથી કે A1 ઝેર છે. તમારા શરીરની પ્રતિક્રિયા, તમારા આંતરડાનું સ્વાસ્થ્ય અને જીન્સ પર આ બધું નિર્ભર કરે છે.
તમારે કયું દૂધ પસંદ કરવું?
આખરે નિર્ણય તમારા શરીરનો છે. કેટલાક લોકો A2 પીને વધુ સારું અનુભવે છે, કેટલાકને કોઈ ફરક નથી પડતો, તો કેટલાક દૂધ જ બંધ કરી દે તો સારું અનુભવે છે. થોડા દિવસ A1 પીઓ, પછી A2 પીઓ અને જુઓ કયાથી દૂધથી પેટ આરામથી રહે છે, એનર્જી સારી રહે છે. તમારા શરીરની વાત સાંભળો એ જ સૌથી મોટો નિષ્ણાત છે.



