સ્પેશિયલ ફિચર્સ

કાનમાં ઇયરફોન નાખીને ચાલી રહેલા યુવક સામે પૂરઝડપે આવી ટ્રેન: પછી શું થયું, જુઓ વાયરલ વીડિયો

Train Viral Video: આજના સમયમાં યુવાનો કાનમાં ઇયરફોન નાખીને હરતા-ફરતા થઈ ગયા છે. પરંતુ આવા યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાનમાં ઇયરફોન નાખીને રસ્તા પરથી પસાર થતો યુવાન ટ્રેનની ટક્કરથી ચમત્કારિક રીતે બચી જાય છે. પરંતુ આ ભયાનક વીડિયોએ રેલવે સુરક્ષા અને લોકોની બેદરકારી પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.

યુવક મોતના મુખમાંથી બહાર આવ્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવક કાનમાં ઇયરફોન લગાવીને રેલવે ટ્રેક ઓળંગી રહ્યો છે, એક ટ્રેન પૂરઝડપે આવી પહોંચી હતી. કાનમાં ઇયરફોન હોવાને કારણે યુવકને ટ્રેનનો હોર્ન સંભળાયો ન હતો. આસપાસના લોકો પણ યુવકને ચેતવી રહ્યા હતા. પરંતુ ઇયરફોનમાં ગીતો સાંભળતા યુવકને લોકોની ચેતવણી પણ સંભળાઈ ન હતી.

એવા સમયે યુવકની એકદમ નજીકથી 100 કિમી/કલાકથી વધુની સ્પીડે એક ટ્રેન પસાર થઈ ગઈ હતી. જોકે, સદનસીબે યુવક અચાનક પાછો વળી ગયો હતો. ટ્રેન એટલી ઝડપથી પસાર થાય છે કે જો સહેજ પણ મોડું થયું હોત તો તેના શરીરના ટુકડા થઈ ગયા હોત. પરંતુ સદનસીબે યુવક મોતના મુખમાંથી બહાર આવ્યો હતો. રૂંવાડા ઊભા કરી દેતા આ વીડિયોને લઈને લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે વીડિયોને લઈને કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, જ્યારે યમરાજ રજા પર હોય ત્યારે જ આવું થાય છે. બીજા એક યુઝરે લખ્યું કે, ઇતિહાસ સાક્ષી છે કે, કેમેરામેને આજ સુધી કોઈની મદદ નથી કરી. ત્રીજા એક યુઝરે લખ્યું કે, ઇયરફોનથી આને બહું ખરાબ મોત મળતું.

આપણ વાંચો:  સાવધાન! તમારી એક ભૂલ અને આખું વોટ્સએપ એકાઉન્ટ થઈ જશે હેક

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button