400 કિલોમીટરની ઊંચાઈથી જોવા મળ્યો પૃથ્વીનો અદભૂત નજારો….
જો તમે ક્યારેય ધાબા પર ચડીને દૂર દૂરના ખેતરો જુઓ તો પણ તમને એ એકદમ સુંદર અને આંખોને તરત જ ગમી જેવા તેવા લાગે છે તો તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે 100 કિલોમીટર કે 200 કિલોમીટર પરથી પૃથ્વી કેવી લાગતી હશે. ચાલો આજે તમને જણાવું કે અવકાશમાંથી પૃથ્વીને જોવી એ એક રોમાંચક અનુભવ છે જે દરેકને મોહિત કરી શકે છે.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) દ્વારા એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં 400 કિલોમીટરની ઉંચાઈ પરથી લેવામાં એવેલી પૃથ્વીના તસવીરો શેર કરી હતી જેમાં ઘણી આહલાદક અને એકદમ જ નયનરમ્ય દેખાય છે.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને પોતાના સોશિયલ મિડીયા પરથી કેટલાક ફોટો શેર કર્યો છે. જેમાં સ્પેસ સ્ટેશનના જણાવ્યા અનુસાર પૃથ્વીનો આવો નજારો આ પહેલા ક્યારેય કેમેરામાં કેદ થયો ન હતો. આ ફોટો પૃથ્વીથી 400 કિલોમીટર ઉપર પેસિફિક મહાસાગર પરથી લેવામાં આવ્યો હતો. જેમાં પૃથ્વીનું એક અલૌકિક દ્રશ્ય જોવા મળે છે જેમાં પૃથ્વી પર એક પ્રકાશ દેખાય છે અને તારાઓનો સુંદર નજારો પણ જોવા મળે છે.
ISSની આ તસવીરને ઉત્યાર સુધીમાં 50 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. રશિયાના રોસકોસમોસ સ્પેસ પ્રોગ્રામના બે ઘટકો પણ તેમાં જોવા મળે છે, જેમાં નૌકા સાયન્સ મોડ્યુલ અને પ્રીચલ ડોકિંગ મોડ્યુલનો સમાવેશ થાય છે. આ દ્રશ્ય ખરેખર કોઈને પણ લોભાવી શકે છે. આ ફોટામાં ISS ની કલા અને વૈજ્ઞાનિક અભિગમ બંને અહીં જોવા મળી રહ્યા છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને કેપ્શનમાં લખ્યું હતું કે આ હાઇ એક્સપોઝર ફોટો પૃથ્વીના પર્યાવરણની સાથે-સાથે તારાઓવાળા આકાશની ચમક પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત કેપ્શનમાં આ ફોટો કેટલા ઉપરથી લેવામાં આવ્યો હતો તે પણ જણાવવામાં આવ્યું હતું.
કેપ્શનમાં લખ્યું હતું કે પોપુલ ન્યુ જિનીવાના ઉત્તરપૂર્વમાં પેસિફિક મહાસાગર ઉપરથી 258 માઇલ એટલે કે લગભગ 415 કિલોમીટર ઉપરથી લેવામાં આવ્યો હતો. નાસા પણ આ રીતે ઘણીવાર ફોટા શેર કરતું હોય છે. તેમાં પણ અવકાશમાં રસ ધરાવતા લોકો માટે તો જાણે તેમને ભાવતું હતું અને વૈદે કીધું જેવો ઘાટ થાય છે તેઓ આ ફોટા જોતા ધરાતા જ નથી.