પ્રેમીને ઘરમાં રાખવા પરિણીત મહિલાનો હાઈ વોલ્ટેજ ડ્રામા, પતિ સમંત ના થતા ભર્યું આ પગલું

ગોરખપુરઃ પતિ-પત્નીના સંબંધોને શરમાવે એવો ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બન્યો હતો. લગ્ન કરેલી મહિલા પોતાના પડોશમાં રહેનારા પ્રેમીને ઘરમાં રાખવાની જીદને પૂરી કરવા માટે ચોંકાવનારું પગલું ભર્યું હતું.
આ ઘટના ગોરખપુરના પિપરાઈચમાં બની હતી, જ્યાં એક 34 વર્ષીય મહિલા વીજળીના થાંભલે ચઢી ગઈ હતી, જ્યારે તેના પતિને તેના આડાસંબંધની જાણ થઈ ગઈ હતી. આ મહિલા છેલ્લા સાત વર્ષથી તેના ગામમાં રહેતા એક શખસ સાથે સંબંધ ધરાવતી હતી. જોકે હાલમાં જ તેના પતિને તેની જાણકારી થતા બંન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો.
મહિલાના પતિની ઓળખ રામ ગોવિંદ તરીકે કરી છે, જે છૂટક મજૂરીનું કામ કરે છે. બંનેના પ્રેમની વાતની જાણ થતા મહિલા સાથે વાત કરવા જતી વખતે વિવાદ વધ્યો હતો. જોકે મહિલાએ જીદ પકડી કે તેનો પ્રેમી તેની સાથે જ ઘરમાં રહેશે. એટલું જ નહીં, તેની સાથે તેના ઘરની દેખરેખ કરવામાં પણ મદદ કરશે.
આ વાત માનવા પતિ તૈયાર નહીં થયા પછી મહિલા વીજળીના થાંભલા પર ચઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાના થાંભલા પર ચઢવાને લઈ આસપાસના લોકોનું મોટું ટોળું જમા થઈ ગયું હતું અને લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા કે મહિલાને કોઈ ઈજા ના પહોચે.
આ બનાવ અંગે સ્થાનિક અધિકારીઓએ ઘટનાના તુરંત બાદ પ્રતિક્રિયા આપતા પોલીસે અને વીજ વિભાગ બંન્નેની ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. સલામતીના પગલે પહેલા પાવર બંધ કરવામાં આવ્યો હતો, બાદમાં મહિલાને નીચે ઉતારવાના પ્રયત્નો કરવામં આવ્યા હતા. આખરે ધીરજપૂર્વક મહિલાને સમજાવીને નીચે ઉતારવામાં આવી હતી.