કુપુતના આપેલા ડામ પર સ્વાભીમાનનો મલમ લગાડીને ગુજરાન ચલવતા આ વૃદ્ધની સ્ટોરી સાંભળી થઈ જશો ભાવુક

સોશિયલ મીડિયા પર ચેન્નઈના એક 80 વર્ષીય વૃદ્ધની સ્ટોરી ઝડપથી વાયરલ થઈ રહી છે, જે હજારો લોકોના દિલને સ્પર્શી ગઈ છે. આ વૃદ્ધ ઘરની બનેલી મીઠાઈ અને પૂરણપોળી ટ્રેનમાં વેચીને ગુજરાન ચલાવે છે. એક એક્સ યુઝરે તેમની ભાવુક સ્ટોરી શેર કરી, જેમાં જણાવાયું કે તેમની દીકરીએ તેમને છોડી દીધા છે અને હવે તેઓ પોતાની 70 વર્ષીય પત્ની સાથે મળીને આ રીતે જીવન નિર્વાહ કરે છે. આ વાર્તાએ લોકોને ભાવુક કરી દીધા છે.
ટ્રેનમાં મિઠાઈ વેચતા વૃદ્ધ
ચેન્નઈની ભીડભાડવાળી ટ્રેનોમાં એક 80 વર્ષના વૃદ્ધ દરરોજ ઘરે બનાવેલી મિઠાઈ અને પૂરણપોળી વેચવા નીકળે છે. તેની દીકરી, જે હવે લંડનમાં રહે છે, તેણે માતા-પિતા સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. એક સમયે આ વૃદ્ધ દંપતી સુખી અને સંપન્ન જીવન જીવતા હતા. તેણે પોતાની દીકરીને ભણાવી-ગણાવી, આત્મનિર્ભર બનાવી, પરંતુ આજે તે દીકરી તેની સાથે કોઈ સંપર્ક રાખતી નથી. આ વૃદ્ધે સાફ અને સારા કપડા પહેર્યા હતા, માથે ચાંદલો કર્યો હતો અને ચહેરા પર ચિંતા સાથે ધક્કા-મુક્કી વચ્ચે મિઠાઈ વહેચતા વીડિયોમાં જોવા મળ્યા હતા.
આ 80 વર્ષના વૃદ્ધની 70 વર્ષીય પત્ની ઘરે પ્રેમથી મિઠાઈ અને પૂરણપોળી તૈયાર કરે છે. આ ઉંમરે પણ તેઓ બંનેએ હાર નથી માની અને કોઈની સામે હાથ ન ફેલાવતા નથી અને ઇજ્જતથી બે પૈસા કમાવવાનો પ્રયાસ કરે છે. આ મિઠાઈઓ શુદ્ધ, સ્વાદિષ્ટ અને પ્રેમથી ભરેલી હોવાનું એક યાત્રી પણ જણાવ્યું, જેણે આ ભાવુક સ્ટોરી શેર કરી હતી. દાદા થરથરતા હાથે ભીડમાં સંભાળીને પોતાનો માલ વહેંચી રહ્યા હતા, જેની કિંમત પણ ઘણી ઓછી હોય છે.
આ હૃદયસ્પર્શી વાર્તા એક્સ પર શેર થતાં જ દેશભરમાં લોકો ભાવુક થયા. યુઝરે લખ્યું, “પૂરણપોળી, મિઠાઈ અને આંસુઓ આ વડીલેની વાર્તાએ મારું દિલ તોડી નાખ્યું.” લોકોએ કોમેન્ટ્સમાં જણાવ્યું કે સોશિયલ મીડિયાની તાકાતનો ઉપયોગ આવા નેક કામ માટે થવો જોઈએ. ઘણા લોકોએ આ બુજુર્ગ દંપતીને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, જેથી તેમના જીવનમાં થોડી સરળતા આવે. આ વાર્તા દરેક માટે પ્રેરણાદાયી છે, જે દર્શાવે છે કે મુશ્કેલીઓમાં પણ આત્મસન્માન જાળવી શકાય છે.