ચાનો એક કપ તમને ભેટમાં આપી શકે છે કેન્સર, જાણી લો કોણે કર્યો આવો દાવો?

ચા… ચા એ ભારતનું રાષ્ટ્રીય પીણું છે. સમસ્યા કોઈ પણ હોય સમાધાન એક જ અને એ એટલે ચા. ચા આપણા બધાના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ચૂકી છે.
પરંતુ જો કોઈ તમને કહે કે તમને રાહત આપતી ચા જ તમારું સુખ-ચેન છિનવી લેવાનું સામર્થ્ય ધરાવે છે તો તમારા માનવામાં આવે ખરું? નહીં ને, પણ આ હકીકત છે. ચાલો તમને આ વિશે જણાવીએ-
હાલમાં જ દિલ્હી કેન્સર સંસ્થાન દ્વારા એક અવેરનેસ પ્રોગ્રામમાં આ વાતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ખુલાસામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડિસ્પોઝેબલ પેપર કપમાં આપવામાં આવેલી ચાની સાથે સાથે તમે તમારા શરીરમાં 25 હજાર માઈક્રો પ્લાસ્ટિકના કણ પણ પેટમાં પધરાવો છો. ચોક્કસ જ આ માહિતી સાંભળીને તમારા રંગમાં ભંગ પડી શકે છે.
આપણ વાંચો: કેન્સરના દર્દીઓને રહેઠાણ પૂરું પાડતા બાંધકામનું તોડવાનું કામ એ નિર્દયીઃ હાઇ કોર્ટ…
15 મિનિટનો જ છે આખો ખેલ
મળતી માહિતી અનુસાર ડિસ્પોઝેબલ કપની ઉપરી સ્તર પર 80થી 90 માઈક્રોન મોટું પ્લાસ્ટિકનું લેયર હોય છે. જેવું ગરમ પાણી આ કોટિંગના સંપર્કમાં આવે એટલે હાઈડ્રોફોબિક ફિલ્મ તૂટવા લાગે છે અને 15 મિનિટની અંદર આશરે 25 હજાર માઈક્રોપ્લાસ્ટિકના કણ ચામાં મિક્સ થઈ જાય છે.
આપણ વાંચો: કેન્સર નિદાન સારવાર માટે રેફરલ સેવાઓ માટે પ્રક્રિયા નક્કી કરો: ફડણવીસનો અધિકારીઓને આદેશ…
75,000 માઈક્રોપ્લાસ્ટિક કણ પ્રવેશે છે
એક અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર દિલ્હી કેન્સર ઈન્સ્ટિટ્યૂટના ક્લિનિકલ ઓન્કોલોજી વિભાગના વડાએ આઈઆઈટી ખડગપુરના એક અધ્યયન અનુસાર દિવસમાં ત્રણ કપ ચા પીનાર વ્યક્તિના શરીરમાં દરરોજ આશરે 75,000 માઈક્રોપ્લાસ્ટિક કણ પ્રવેશે છે. આ પ્લાસ્ટિકના કણની અસર પાચન તંત્રની સાથે સાથે ઈમ્યુનિટી સિસ્ટમ પર પણ જોવા મળે છે.
કેન્સર જેવી ગંભીર બીમારી આપે ભેટમાં
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર માઈક્રોપ્લાસ્ટિક શરીરમાં જમા થતાં ડાયબિટીસ, વાંજિયાપણુ, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ, થાઈરોડ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ ભેટમાં આપી શકે છે. પ્લાસ્ટિક કણોનું વધારે પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને શરીરમાં લોન્ગ ટર્મ ડેમેજ થઈ શકે છે.
આપણ વાંચો: કેન્સરને માત આપીને મેદાનમાં પાછા ફરનારા જોકીએ કરી નાખી કમાલ, જાણો સક્સેસ સ્ટોરી?
શું છે સમાધાન?
જો તમે પણ ડિસ્પોઝેબલ કપમાં ચા પીવાનું પસંદ કરો છો તો હવે તમારે એલર્ટ થઈ જવાનો સમય આવી ગયો છે. નિષ્ણાતોનો જણાવ્યા અનુસાર તમે ડિસ્પોઝેબલ કપમાં ચા પીવાને બદલે સ્ટીલ, કાચ કે માટીના કુલ્હડમાં ચા પીવાનું રાખો.
આ સિવાય પ્લાસ્ટિકની બોટલમાં મળતું પાણી પીવાને બદલે ઘરેથી પાણી લઈ જઈને પીવાનું રાખો. તમારી આ સાવધાની જ તમને ગંભીર બીમારીઓથી બચાવી શકે છે.