સ્પેશિયલ ફિચર્સ

ટ્રેનમાં કપલે કર્યું કંઈક એવું કે વીડિયો થયો વાઈરલ, લોકોએ કહ્યું કે આવું તો ભારતમાં થઈ શકે…

ભારતીય રેલવે લાખો-કરોડો લોકોની લાઈફલાઈન બની ચૂકી છે પણ જરા વિચારો કે આ લાઈફલાઈનમાં જ તમને તમારા લાઈફપાર્ટનર સાથે પ્રભુતામાં પગલાં માંડવાનો વારો આવે તો તમે એવું કરો કે નહીં? આવો સવાલ અહીં કરવાનું એક માત્ર કારણ એવું છે કે હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક લગ્નનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ટ્રેનમાં જ એક યુવક યુવતીના સેંથીમાં સિંદૂર પૂરી, ગળામાં મંગળસૂત્ર પહેરાવીને તેને હંમેશા માટે પોતાની જીવનસંગિની બનાવી દે છે. મજાની વાત તો એ છે કે આ અનોખા લગ્ન જોવા માટે આસપાસમાં પ્રવાસીઓની ભીડ પણ જોવા મળી રહી છે.

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવકે ચાલતી ટ્રેનમાં જ યુવતીની સેંથીમાં સિંદૂર લગાવ્યું હતું અને યુવતી પણ આસપાસના લોકોની હાજરીને ભૂલીને યુવકને ગળે લગાવે છે. એટલું જ નહીં આગળ આ યુવક યુવતીને મંગળસૂત્ર પણ પહેરાવે છે. વાત આટલેથી જ અટકતી નથી. બંને જણ ટ્રેનમાં જ એકબીજાને વરમાળા પણ પહેરાવે છે. આ અનોખા લગ્ન જોવા માટે કોચમાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડે છે. એટલું જ નહીં કેટલાક પ્રવાસીઓએ આ લગ્નને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા અને હવે આમાંથી જ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર max_sudama_1999 નામની આઈડી પરથી પોસ્ટ કરવામાં આવ્યા છે અને એની કેપ્શનમાં એવું લખવામાં આવ્યું છે કે દોડતી ટ્રેનમાં લગ્ન, શું વાત છે? આ વીડિયોને અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ વખત લેવાઈ ચૂક્યા છે અને ત્રણ હજારથી વધુ લોકો તેને લાઈક પણ કરી ચૂક્યા છે.

આ વીડિયોને જોઈને યુઝર્સ જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે આપણા ભારતની જનતા આ બધુ કરવામાં ખૂબ જ આગળ છે. બીજા એક યુઝરે લખ્યું છે કે છોડના નહીં, અબ સાથ નિભાના… ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે આ લગ્નને લવ મેરેજ નહીં પણ ટ્રેન મેરેજનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. એક યુઝરે લખ્યું છે કે આવું ખાલી ભારતમાં જ થઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button