શું પર્સનલ લોનથી ક્રેડિટ સ્કોર ઘટી જાય છે? જાણો આવી 6 ગેરમાન્યતાઓનું સત્ય | મુંબઈ સમાચાર

શું પર્સનલ લોનથી ક્રેડિટ સ્કોર ઘટી જાય છે? જાણો આવી 6 ગેરમાન્યતાઓનું સત્ય

Personal Loan Myths: જીવનમાં દરેક વ્યક્તિને રૂપિયાની જરૂર પડે છે. જેના માટે વ્યક્તિ નોકરી-ધંધો કરે છે. પરંતુ ક્યારેક કેટલાક ખાસ કામ માટે વધારે રૂપિયાની જરૂર પડે છે. પરંતુ નોકરી કે ધંધાની આવકમાંથી રૂપિયાની ખોટ પૂરી શકાય તેમ હોતી નથી. તેથી વ્યક્તિને બેંક પાસેથી લોન લેવી પડે છે.

પર્સનલ લોન અંગેની ગેરમાન્યતાઓ

બેંકમાંથી હોમ લોન, ગોલ્ડ લોન, એજ્યુકેશન લોન, ક્રોપ લોન, પર્સનલ લોન જેવી જુદાજુદા પ્રકારની લોન મળે છે. દરેક લોન લેવાની જુદીજુદી પ્રક્રિયા હોય છે. પરંતુ આ પ્રક્રિયાઓને લઈને ઘણી ગેરમાન્યતાઓ પણ પ્રવર્તમાન છે. જે પૈકી પર્સનલ લોનને લઈને 6 ગેરમાન્યતાઓ પ્રવર્તમાન થયેલી છે. જેના કારણે લોકો પર્સનલ લોન લેવાનું ટાળે છે. આ 6 ગેરમાન્યતાઓ કંઈ છે? આવો જાણીએ.

આપણ વાંચો: કેવી હશે 5000 રૂપિયાની નોટ? RBIએ શું કહ્યું જાણી લો એક ક્લિક પર…

  1. પર્સનલ લોન માત્ર કટોકટીના સમય માટે જ હોય છે

ઘણા લોકો એવું સમજે છે કે, પર્સનલ લોન માત્ર કટોકટીના સમયે જ મળે છે. પરંતુ એવું હોતું નથી. શૈક્ષણિક ખર્ચ, વેકેશન, ઘરનું નવીનીકરણ અને ઊંચા વ્યાજનું દેવાની ભરપાઈ કરવા માટે પણ આ લોન લઈ શકાય છે.

  1. કાયમી નોકરી અને સારો ક્રેડિટ સ્કોર હોવો જોઈએ

લોન આપતા પહેલા બેંક સીબીલ સ્કોર ચેક કરતી હોય છે. તેથી લોકોમાં એવી માન્યતા છે કે, કાયમી નોકરી અથવા સારો ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને જ પર્સનલ લોન મળે છે. પરંતુ એવું નથી.

બેંક દ્વારા વ્યક્તિની હપ્તાની ચુકવણી ક્ષમતા, ક્રેડિટ હિસ્ટરી અને આવકની સુસંગતતાનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. આ સિવાય વ્યવસાય ધરાવતા અથવા સીનિયર વ્યક્તિના દસ્તાવેજો યોગ્ય હોય તો તેઓને પણ પર્સનલ લોન મળે છે. પરંતુ તેનો વ્યાજદર ઊંચો હોય છે.

આપણ વાંચો: 500 રૂપિયાની કેવી નોટ ચાલશે નહીં? નવી ગાઈડલાઈનમાં આરબીઆઈએ કરી સ્પષ્ટતા…

  1. પર્સનલ લોનમાં વ્યાજદર બહું વધારે હોય છે

પર્સનલ લોનમાં સામાન્ય રીતે મોર્ગેજ અથવા કાર લોન કરતાં વધુ વ્યાજ દર હોય છે, પરંતુ તે હજુ પણ ઘણીવાર ક્રેડિટ કાર્ડના બીલની ચૂકવણીના દર કરતાં ઘણો ઓછો હોય છે. ક્રેડિટ કાર્ડ (અને રોકડ એડવાન્સિસ) માં સરળતાથી 36 – 45% APR વ્યાજ દર હોઈ શકે છે. જ્યારે પર્સનલ લોન માટે શરૂઆતમાં વાર્ષિક 9.50% જેટલો વ્યાજદર હોય છે, જે તમારી ક્રેડિટ યોગ્યતાના આધારે હોય છે.

  1. અરજીની પ્રક્રિયા જટિલ અને લાંબી હોય છે

લોકો એવું માને છે કે, પર્સનલ લોનની અરજી પ્રક્રિયા જટિલ અને લાંબી હોય છે. પરંતુ આજના ડિજિટલ સમયમાં પર્સનલ લોનની અરજીની પ્રક્રિયા સરળ થઈ ગઈ છે. હવે ઘણી બેંક તાત્કાલિક પર્સનલ લોન પણ ઓફર કરી રહી છે; કેટલાક સંજોગોમાં એક જ દિવસમાં કાગળ વિના અને જરૂર પડે તો ઓછા દસ્તાવેજ સાથે મંજૂર થઈ જાય છે તથા ચૂકવણી પણ તાત્કાલિક થઈ જાય છે.

આપણ વાંચો: રોકાણના જોખમઃ વ્યાજદરનું જોખમ સમજી લેવું જરૂરી છે…

  1. લોન લેવાથી ક્રેડિટ સ્કોર ઘટી જાય છે

એવી માન્યતા છે કે, પર્સનલ લોન લેવાથી ક્રેડિટ સ્કોર ઘટી જાય છે. આવું એવા સંજોગોમાં થાય છે, જ્યારે તમે નિયમિત રીતે હપ્તો ન ભરો. પરંતુ જો તમે પર્સનલ લોનમાં જવાબદારીપૂર્વક સમયસર હપ્તો ચૂકવીને તમારા ક્રેડિટ સ્કોરને વધારી સંતુલિત રાખી શકો છો, સાથોસાથ તેને વધારી પણ શકો છો. જેનાથી તમારા ક્રેડિટ સ્કોર પર હકારાત્મક અસર પડે છે.

  1. સીક્યુરિટી અથવા સહિ કરનારની જરૂર પડે છે

સામાન્ય રીતે લોન લેતી વખતે સાક્ષીઓની સહિની જરૂર પડતી હોય છે. પરંતુ પર્સનલ લોન એ અસુરક્ષિત લોન છે. જેમાં રિયલ એસ્ટેટ અથવા સોના જેવી સીક્યુરિટી તથા માંગવામાં આવતી નથી. તેના બદલે તમારો ક્રેડિટ સ્કોર, વિશ્વસનીય આવક અને ઓછા દેવાનો ભારને ધ્યાનમાં લેવામાં આવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button