શનિવારના દિવસે કરો આ 4 સરળ ઉપાય, શનિદેવ પ્રસન્ન થઈ દૂર કરશે આર્થિક તંગી, વધશે સુખ-સમૃદ્ધિ…

Shanidev Shanivar Pooja: શનિવાર ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. તેથી શનિદેવની પૂજા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કેટલાક સરળ ઉપાયો કરીને શનિદેવને ઝડપથી પ્રસન્ન કરી શકાય છે. જેનાથી શનિદેવનો આશીર્વાદ મળે છે. શનિદેવની કૃપા જીવનમાંથી દુર્ભાગ્ય, નકારાત્મકતા તેમજ આર્થિક તંગી દૂર કરી શકે છે. આવો શનિદેવને રાજી કરવાના 4 ઉપાયો જાણીએ.
- શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો કરો
શનિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરીને શનિ મંદિરે જાઓ. શનિમંંદિરે શનિદેવની પૂજા-અર્ચના કરો તથા શનિદેવને સરસવનું તેલ ચઢાવો. ત્યારબાદ પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવીને ઓછામાં ઓછા 7 વાર તેની પરિક્રમા કરો. આ ઉપાય કરવાથી શનિદેવ જલ્દી રાજી થશે અને તેમની કૃપા પ્રાપ્ત થશે, શનિદેવ જીવનમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને સફળતાનો માર્ગ બતાવે છે.
- શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાનો પાઠ
જો તમે જીવનમાં દુઃખ અને અવરોધોથી પરેશાન છો, તો શનિવારે આ નાનકડો ઉપાય અવશ્ય કરવો જોઈએ. શનિવારના દિવસે શનિ ચાલીસાનો પાઠ કરો. આનાથી કાર્યોમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ તથા માનસિક શાંતિ મળે છે. આ ઉપરાંત, શનિવારે સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભયથી મુક્તિ મળે છે અને જીવનમાં ખુશીઓ આવે છે. આમ, શનિવારે શનિ તથા હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ.

- આકડાના ફૂલનો ઉપાય
પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે શનિવારે આકડાના 7 તાજા ફૂલ લઈને શનિદેવના મંદિરે અર્પણ કરવા જોઈએ તથા શનિદેવનો મંત્રજાપ કરવો જોઈએ. ત્યારબાદ આકડાના ફૂલ અને તેના મૂળને કાળા કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર બાંધો. આ ઉપાય કરવાથી શનિ દોષમાંથી રાહત મળે છે અને આર્થિક સંકટ દૂર થાય છે.
- શનિદેવને ધરાવો કાળા તલનો પ્રસાદ
શનિવારના દિવસે શનિદેવને ખાસ વસ્તુનો પ્રસાદ ધરાવવો જોઈએ. શનિદેવને કાળા તલ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે, શનિદેવને શનિવારે કાળા તલનો પ્રસાદ અર્પણ કરીને આરોગવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે. આ ઉપાયથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થાય છે અને જીવનમાં પ્રગતિના નવા માર્ગ ખુલે છે.
(ડિસ્ક્લેમર: આ માહિતી ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક ગ્રંથોના આધારે જણાવવામાં આવી છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આ પણ વાંચો…ઈશ્વર-અલ્લાહ કે ઈસુને નથી માનતા આ 10 દેશના લોકો, એક તો છે ભારતનો પડોશી