કાકડીની કડવાશ દૂર કરવાના 4 સરળ ઉપાય જાણી લો, સલાડ અને રાયતાનો સ્વાદ નહીં બગડે

Cucumber Bitterness Remedy: કાકડી પાણીથી ભરપૂર ફળ ગણાય છે. તેથી તેના સેવનથી શરીરને તાજગી અને ઠંડક મળે છે. સામાન્ય રીતે કાકડીનો ઉપયોગ સલાડ અને રાયતામાં કરવામાં આવે છે.
પરંતુ ઘણીવાર કેટલીક કાકડી સ્વાદે કડવી નીકળે છે. આ કડવાશ સલાડ અથવા રાયતાનો સ્વાદ બગાડી નાખે છે. જેથી ઘણીવાર તેને ફેંકવું પડે છે. પરંતુ હવે તમારે આવું નહીં કરવું પડે. કારણ કે અમે મહદંશે કાકડીની કડવાશ ઓછી કરવાનો ઉપાય શોધી લાવ્યા છીએ. આવો તેના વિશે જાણીએ.
આપણ વાંચો: તમે પણ તો નથી ખાતાને કેમિકલ્સથી પકાવેલી કાકડી? ખાવાના નુકસાન વિશે જાણી લેશો તો…
લીંબુ અને મીઠું દૂર કરશે કડવાશ
કાકડીની કડવાશનું સૌથી મોટું કારણ તેમાં જોવા મળતા બીજ અને તેની આસપાસનો માવો છે. જેથી કાકડીને ગોળ કાપવાને બદલે ઊભી કાપવી જોઈએ. જેથી બીજ અને તેનો માવો અલગ કરી શકાય. આવું કરવાથી કાકડીમાં મીઠાશનો અનુભવ થશે. બીજ સિવાય કાકડીની છાલ પણ ઘણીવાર કડવાશથી ભરેલી હોય છે. તેથી છાલ ઉતારીને કાકડીને ઉપયોગમાં લેવી જોઈએ.
કાકડીમાં લીંબુનો રસ અથવા વિનેગાર નાખવાથી પણ કડવાશ દૂર થાય છે. કાકડીના ટુકડાઓ પર થોડું લીબું નીચવવાથી અથવા થોડા પ્રમાણમાં વિનેગાર ભેળવવું જોઈએ. આનાથી સલાડ અથવા રાયતું ટેસ્ટી બને છે અને તેમાંથી કડવો સ્વાદ આવતો નથી. આ સિવાય મીઠું પણ કાકડીની કડવાશ દૂર કરી શકે છે.
આપણ વાંચો: ઉનાળામાં કાકડીનું સેવન કરવાનું ફાયદાકારક રહે છે કે નહીં સાચું શું?
કાકડીના ટુકડા પર થોડું મીઠું છાંટીને 15-20 મિનિટ માટે રહેવા દો. મીઠું કાકડીની કડવાશ દૂર કરવામાં મદદ કરે છે. ત્યારબાદ કાકડીને ધોઈને ખાવામાં ઉપયોગ કરો. તેનાથી કાકડીની કડવાશ દૂર થઈ જાય છે.
જો કાકડી ખૂબ કડવી લાગતી હોય, તો તેને કાચી ખાવાને બદલે રાંધીને અથવા શેકીને ખાવી જોઈએ. તમે તેને રાંધેલી શાકભાજીઓમાં પણ ઉમેરી શકો છો. રાંધ્યા બાદ કાકડીની કડવાશ ઓછી થાય છે. આ રીતે તમે કાકડીની કડવાશ દૂર કરીને જુદી જુદી રીતે ઉપયોગ કરી શકો છો.