આવતીકાલે એક-બે નહીં બની રહ્યા છે ત્રણ-ત્રણ શુભ યોગ, આ રાશિના જાતકોને મોજા હી મોજા…
હિંદુ ધર્મમાં ચતુર્થીનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે એવું કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી તેમ જ ગણેશજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે વિઘ્નહર્તા ગણેશજી તમામ સંકટ હરી લે છે. દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટિ ચતુર્થી અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે.
આવતીકાલે એટલે કે 11મી મેના દિવસે વિનાયક ચતુર્થી આવી રહી છે, અને આ વખતની વિનાયક ચતુર્થી ખૂબ જ ખાસ રહેવાની છે કારણ કે આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે. આ યોગને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. આ યોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુકનિયાળ સાબિત થઈ રહ્યા છે, આ રાશિના જાતકોને ધનલાભ થઈ રહ્યો છે, માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે.
આવો જોઈએ કયા છે આ યોગ અને કઈ છે ભાગ્યશાળી રાશિઓ…
પંચાગ અનુસાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી 11મી મેના બપોરે 2.50 કલાકે શરૂ થશે અને 12મી મેના બપોરે 2.03 કલાકની આસપાસ સમાપ્ત થશે. આ વખતે વિનાયક ચતુર્થી પર સુકર્મા યોગ, ધૃતિ યોગ, મૃગશિરા નક્ષત્ર વગેરે યોગ બની રહ્યા છે. જ્યોતિષાચાર્યોએ આ યોગને ખૂબ જ શુભ કર્યા છે. એટલું જ નહીં પણ આ યોગ જાતકોને મનવાંછિત ફળ આપે છે. આવો જોઈએ આ યોગને કારણે કઈ રાશિના જાતકોને ફાયદો થઈ રહ્યો છે.
મિથુનઃ
આ રાશિના લોકો ખૂબ જ સમજી વિચારીને કામ કરશે તો સફળતા મળશે. તમારો દિવસ શુભ રહેશે. વિનમ્રતાથી વાત કરશો તો તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ વધી રહી છે. વેપારી વર્ગે પોતાના કર્મચારીઓનું ધ્યાન રાખવું પડશે, કારણ કે તમે એમના સહયોગથી ખૂબ લાભ કમાવી શકશો.
કન્યાઃ
કન્યા રાશિના જાતકોએ ઉપરી અધિકારીનું માન-સન્માન જાળવવું પડશે. મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. આવતી કાલનો દિવસ આ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. વેપારીઓને સારો એવો નફો થઈ રહ્યો છે. ઘરમાં સમય પસાર કરશો, જેને કારણે શાંતિનો અહેસાસ થશે.
ધનઃ
ધન રાશિ જાતકોને વિનાયક ચતુર્થી પર બની રહેલાં શુભ યોગને કારણે સાથ-સહકાર મળી રહ્યો છે. તમારા કામ સરળતાથી પાર પડશે. બિઝનેસમાં પણ પાર્ટનરશિપ કરશો તો ફાયદો થશે. પ્રેમજીવન સારું રહેશે. ધન લાભ થશે અને આરોગ્ય પણ સારું રહેશે.
મીનઃ
મીન રાશિના વેપાર કરી રહેલાં લોકોને આજે વેપારમાં લાભ થઈ રહ્યો છે. વાણી-વર્તન પર ધ્યાન ખાસ ધ્યાન આપવું પડશે. આવકમાં વધારો થઈ રહ્યો છે. કરિયરમાં પ્રગતિ થઈ રહી છે. નવી ગાડી કે પ્રોપર્ટી-ઘર ખરીદવાનું સપનું સાકાર થશે. દિવસ આનંદમય રહેશે.