વર્ષ 2026માં ક્યારે ક્યારે આવે છે પૂનમ અને અમાસ, નોંધી લો આખુ લિસ્ટ

ગણતરીના દિવસમાં વર્ષ 2025નું પૂર્ણ થશે અને વર્ષ 2026નો પ્રારંભ થશે. ત્યારે હિન્દું ધર્મમાં વાર તિથી અને તહેવારનું અનેરું મહત્વ હોઈ છે. જેમાં અમાસ અને પૂનમ મહત્વની બે તિથી હોઈ છે.
આ ઉપરાંત આ તારીખો જાણવી આસ્થાવાન લોકો માટે જરૂરી છે. પંચાંગ અનુસાર, દર મહિનાના કૃષ્ણ પક્ષની અંતિમ તિથિ અમાવસ્યા હોય છે, જ્યારે ચંદ્ર પોતાની પૂર્ણ કળામાં હોય તે દિવસને પૂર્ણિમા કહેવામાં આવે છે.
આ બંને તિથિઓ સ્નાન, દાન, તર્પણ અને પૂજા-પાઠ માટે અત્યંત પવિત્ર ગણાય છે. વર્ષ 2026માં અધિક માસના કારણે કુલ 13 પૂર્ણિમનો શુભ સંયોગ બની રહ્યો છે, જે ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.
આપણ વાચો: ભાદ્રપદા અમાવસ્યા અને સૂર્યગ્રહણની ઘટના વચ્ચે પૂર્વ કચ્છમાં ભૂકંપના બે આંચકા…

ઉલ્લેખનીય છે કે જ્યોતિષો અનુસાર, જ્યારે સોમવારના દિવસે અમાવસ્યા આવે ત્યારે તેને સોમવતી અમાવસ્યા અને શનિવારના દિવસે આવે ત્યારે તેને શનિશ્ચરી અમાવસ્યા કહેવામાં આવે છે, જેનું ધાર્મિક મહત્વ અનેકગણું વધી જાય છે.
પિતૃઓ માટે અમાવસ્યા અને દેવી લક્ષ્મી માટે પૂર્ણિમાનું મહત્વ
અમાવસ્યાની તિથિને પિતૃઓની તિથિ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દાન અને પિતૃ તર્પણ કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે ચંદ્રમાનો પ્રભાવ સૌથી ઓછો હોવાથી નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધે છે, તેથી ગંગા અથવા પવિત્ર જળમાં સ્નાન કરવાથી આ નકારાત્મકતા દૂર થાય છે અને મન-શરીરની શુદ્ધિ થાય છે.
બીજી તરફ, પૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાની પૂર્ણ કળામાં હોય છે. આ દિવસને મા લક્ષ્મીની જન્મ તિથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ, ધન અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત, ચંદ્રને અર્ઘ્ય આપવાથી રોગ-દોષ અને નકારાત્મક અસરો દૂર થતી હોવાની માન્યતા છે.
આપણ વાચો: અમદાવાદ રથયાત્રાઃ યાત્રાનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ જાણો
અમાવસ્યા અને પૂર્ણિમા બંને તિથિઓ પર પવિત્ર નદીઓમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. આ સ્નાન માત્ર શારીરિક નહીં, પણ માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિકરણનું સાધન માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, આ દિવસે જળમાં દિવ્ય ઊર્જા સક્રિય હોય છે.
એવું માનવામાં આવે છે કે આ પવિત્ર દિવસે કરેલા વ્રત, પૂજા અને દાન જેવા પુણ્ય કર્મોનું ફળ અનેકગણું વધે છે. તેથી, પૂર્ણિમા અને અમાવસ્યા બંને તિથિઓ આસ્થા, આધ્યાત્મિક શાંતિ, માનસિક સંતુલન અને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે.
વર્ષ 2026માં જાન્યુઆરી મહિનામાં આવનારી પ્રથમ પૂર્ણિમાં પૌષ પૂર્ણિમાથી માઘ મેળાનો શુભારંભ થશે, જ્યારે તે આ સમય દરમિયાન 18 જાન્યુઆરીના મૌની અમાવસ્યા ઉજવવામાં આવશે. આ દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાનનું અનેરું મહત્વ હોઈ છે.



