117 વર્ષ જીવનારી મહિલાના લાંબા આયુષ્યનું રહસ્ય: માત્ર દેશી ઘી નહીં, પણ આ વસ્તુ છે કમાલ! | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

117 વર્ષ જીવનારી મહિલાના લાંબા આયુષ્યનું રહસ્ય: માત્ર દેશી ઘી નહીં, પણ આ વસ્તુ છે કમાલ!

Dahi Health Benefits: આજના સમયમાં મનુષ્યનું આયુષ્ય ઘટી રહ્યું છે. 100 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવતી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે છે. એવામાં પણ જો આપણને કોઈ 100 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિ મળી જાય તો આપણે તેને દેશી ખોરાકની કમાલ ગણાવીએ છીએ. એવું કહેવાય છે કે, પહેલાના સમયમાં લોકો શુદ્ધ દેશી ઘી ખાતા હતા. જેથી તેઓ લાંબુ આયુષ્ય ભોગવી શકતા હતા. પરંતુ એક મહિલા એવી છે, જે 117 વર્ષની ઉંમરે મૃત્યુ પામી છે. જેના આ લાંબા આયુષ્યનું કારણ દહીં નહીં, બીજી કોઈ વસ્તુ છે.

દેશી ઘી નહીં, દહીંનો કમાલ

અમેરિકામાં જન્મેલી મારિયા બ્રૈનેસ મોરેર નામની સ્પેનિશ મહિલાનું ઓગસ્ટ 2024માં 117 વર્ષ અને 168 દિવસની વયે મૃત્યુ થયું હતું. મારિયા બ્રૈનેસ મોરેરનું લાંબું આયુષ્ય ચોંકાવનારું હતું. જેથી સંશોધકોએ આ અંગે અભ્યાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સંશોધકોએ તેનું લોહીં, લાળ, મળ-મૂત્ર અને ડીએનએ સહિતના નમૂનાઓ લઈને સંશોધન શરૂ કર્યું હતું. 24 સપ્ટેમ્બર 2025ના રોજ વિદેશમાં પ્રકાશિત થતી એક જર્નલમાં આ સંશોધન અંગે લેખ લખાયો હતો. જેમાં મારિયા બ્રૈનેસ મોરેરના લાંબા આયુષ્યનું અનોખું કારણ સામે આવ્યું છે.

મારિયા બ્રૈનેસ મોરેરની લાઈફસ્ટાઈલ સાદગીથી ભરેલી હતી. તે ગામડામાં રહેતી હતી. તેને ધુમ્રપાન, દારુંનું સેવન જેવી કોઈ આદત ન હતી. તે પોતાના રોજિંદા જીવનનું કામ કરતી હતી અને હળવી કસરત પણ કરતી હતી. મારિયા બ્રૈનેસ મોરેર મેડીટેરેનિયન સ્ટાઈલના ખોરાકનું સેવન કરતી હતી. જેમાં ઓલિવ ઓઈલ એટલે કે જૈતુનના તેલનો સમાવેશ થતો હતો. આ સિવાય ખાસ વાત એ હતી કે, તે દરરોજ ત્રણ ટાઈમ દહીં ખાતી હતી.

દહીં સૌથી ફાયદાકરક ખાદ્ય પદાર્થ

મારિયા બ્રૈનેસ મોરેરના લાંબા આયુષ્યના રહસ્યને લઈને એક નિષ્ણાત ગેસ્ટ્રોલોજીસ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જણાવ્યું કે, “દહીં કોલન કેન્સર અને કોલન પોલીપ્સનું જોખમ ઘટાડે છે. આંતરડાના બેક્ટેરિયાને મજબૂત અને સ્વસ્થ રાખવા અને વધુ સારી રોગ્રપ્રતિકારકશક્તિ તથા ક્રોનિક ડિસીસના જોખમને પણ ઘટાડે છે.”

ગેસ્ટ્રોલોજીસ્ટે આગળ જણાવ્યું કે, “મારિયા બ્રૈનેસ મોરેર 117 વર્ષ જીવી. વૈજ્ઞાનિકોએ તેની લાઈફસ્ટાઈલમાં નોંધ્યું કે, તે દરરોજ ત્રણ ટાઈમ દહીં ખાતી હતી. દહીં કોઈ જાદુઈ ગોળી નથી, જે તમને કાયમ જવાન રાખશે. પરંતુ અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે, દહીં સૌથી વધારે ફાયદાકારક ખાદ્ય પદાર્થ પૈકીનું એક છે.”

ઉલ્લેખનીય છે કે, દહીં પ્રોબાયોટિક્સ, કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે. તેનાથી પાચનતંત્ર તથા હાડકાં મજબૂત બને છે. દહીંમાં કેલરી પણ ઓછી હોય છે. જેથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. દહીંમાં રહેલું હેલ્ધી ફેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button