ઈશ્વર-અલ્લાહ કે ઈસુને નથી માનતા આ 10 દેશના લોકો, એક તો છે ભારતનો પડોશી

World 10 Atheist Countries: ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારતમાં તમામ ધર્મના લોકો રહે છે. હિંદુ મંદિરે, મુસ્લિમ મસ્જિદે, શીખ ગુરુદ્ધારે, ઈસાઈ ચર્ચમાં જાય છે.
પરંતુ ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા આસ્તિક લોકોની સાથોસાથ નાસ્તિક લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતની આસપાસ એવા ઘણા દેશો છે. જ્યાં નાસ્તિકોની સંખ્યા વધી છે. આ ક્યા-ક્યા દેશ છે. આવો જાણીએ.
આપણ વાંચો: વિશ્વમાં મુસ્લિમ વસ્તી સૌથી વધુ ઝડપથી વધી, ભારતમાં હિંદુઓની સંખ્યા કેટલી વધી? વાંચો રીપોર્ટ…
ચીન અને જાપાનમાં સૌથી વધુ નાસ્તિકો
પ્યુ રિસર્ચ સેન્ટરે તાજેતરમાં એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ અહેવાલમાં જણાવ્યાનુસાર, વિશ્વમાં એવા 10 દેશો છે, જેમાં નાસ્તિકોની સંખ્યા 60 ટકા કરતાંય વધારે છે. આ દેશોમાં ચીન, જાપાન, સ્વીડન, ચેક ગણરાજ્ય, બ્રિટન, બેલ્જિયમ, એસ્ટોનિયા, ઑસ્ટ્રેલિયા, નોર્વે અને ડેનમાર્કનો સમાવેશ થાય છે.
ચીનમાં કન્ફ્યૂશિયસ, તાઓવાલ અને બૌદ્ધ ધર્મ મુખ્યત્વે જોવા મળે છે. પરંતુ આ ધર્મની વિચારધારાઓના મૂળમાં કોઈ વ્યક્તિગત દેવતા પ્રત્યે આસ્થા નથી. ચીનમાં 1949થી નાસ્તિકતાનું સમર્થન કરતી કમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન છે, જેથી ચીનમાં સૌથી વધુ 91 ટકા નાસ્તિકોની વસ્તી છે.
ચીન બાદ બીજો નંબર જાપાનનો આવે છે. જાપાનમાં 86 ટકા લોકો એવા છે, જે કોઈ ધર્મને માનતા નથી. જાપાનમાં શિંટોવાદ અને બૌદ્ધ ધર્મ પ્રમુખ છે, પરંતુ તેમાં કોઈ વ્યક્તિમાં આસ્થા રાખવાને બદલે કર્મકાંડ અને સામુદાયિક પ્રથાઓ પર ભાર આપવામાં આવે છે.
આપણ વાંચો: દુનિયાભરમાં ધાર્મિક આસ્થા ઘટી રહી છે? જાણો કયા ધર્મના લોકો વધુ નાસ્તિક બન્યા!
ઈસાઈ ધર્મ પાળતા દેશોમાં પણ નાસ્તિકતા વધી
એશિયાઈ દેશો જેવું નાસ્તિકતાનું ચલણ ઈસાઈ ધર્મ પાળતા યુરોપીય દેશોમાં પણ જોવા મળે છે. સ્વીડન શરૂઆતથી જ એક ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકેની ઓળખ ધરાવે છે. સ્વીડનમાં 78 ટકા લોકો એવા છે, જે કોઈ ધર્મ પાળતા નથી.
ચેક ગણરાજ્યમાં સામ્યવાદીઓનું શાસન રહ્યું હતું. સામ્યવાદી શાસન દરમિયાન અહીં ધર્મનું દમન કરવામાં આવ્યું હતું. તેથી અહીં આજે 75 ટકા લોકો બિન-ધાર્મિક છે. જે પૈકીના મોટાભાગના લોકો પોતાને નાસ્તિક ગણાવે છે.
બ્રિટન આમ તો ઈસાઈ દેશ તરીકેની ઐતિહાસિક ઓળખ ધરાવે છે. પરંતુ હાલ આ દેશની 72 ટકા વસ્તી એવી છે, જે કોઈ ધર્મને માનતી નથી. હાલ, આ દેશમાં ધર્મનિરપેક્ષતાનું ચલણ વધ્યું છે. બ્રિટનની જેમ યુરોપના એસ્ટોનિયા દેશમાં પણ 72 ટકા લોકો એવા છે, જે કોઈ ધર્મને માનતા નથી.
આપણ વાંચો: આજે આટલું જ: ઓશોના અનુયાયીઓની અદ્ભુત હિન્દી (૩)
બેલ્જિયમમાં પણ 72 ટકા લોકો બિન-ધાર્મિક છે. કારણે આ દેશમાં પાછલા કેટલાક દાયકાઓમાં ધાર્મિક જોડાણ ઘટ્યું છે. આધુનિકીકરણ અને સમાજમાં આવેલા બદલાવને કારણે આ કેથલિક દેશમાં ધાર્મિક પ્રભાવ ઘટ્યો છે.
નોર્વે અને ડેનમાર્ક ધર્મનિરપેક્ષ દેશો છે. પાછલા દાયકાઓ દરમિયાન ઑસ્ટ્રેલિયામાં પણ ધર્મનિરપેક્ષતા વધી છે. યુવાનો હવે ચર્ચમાં જવા જેવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ટાળી રહ્યા છે સાથોસાથ પોતાને બિન-ધાર્મિક ગણાવી રહ્યા છે.
આમ, ઑસ્ટ્રેલિયામાં નાસ્તિકોની વસ્તી 70 ટકા થઈ ગઈ છે. નોર્વેમાં પણ 70 ટકા લોકો નાસ્તિક છે. આ સિવાય લૂથેરિયન ચર્ચ સાથે જોડાયેલા ડેનમાર્કમાં પણ લોકોના જીવનમાંથી ધાર્મિક પ્રભાવ ઘટી રહ્યો છે.
દેશમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે અને ધાર્મિક પરંપરાઓ પ્રત્યેનો જુકાવ ઓછો થયો છે. જેથી આ દેશમાં આજે 68 ટાકા લોકો ધર્મથી દૂર છે અને પોતાને નાસ્તિક ગણાવે છે.