નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

ઝકરબર્ગે Meta AI visualisation ફીચરનું લોન્ચ કર્યું, જાણો કઈ રીતે બનાવી શકશો કૂલ ઈમેજીસ

દુનિયાની દિગ્ગજ ટેક કંપનીઓએ પોત પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સ રજુ કર્યા છે. એવામાં મેટાએ પણ તેનું AI ટૂલ તેના વિવિધ પ્લેટ્ફોર્મ પર ઉપલબ્ધ કરાવ્યું છે. હવે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) મેટા એઆઈ સાથે કસ્ટમ ઈમેજ બનાવવા Meta AI visualisation ફીચર લોંચ કર્યું છે. એક વિડીયોમાં માર્ક ઝકરબર્ગને પોતાની ગ્લેડીયેટર, બોય બેન્ડના મેમ્બર તરીકેની ઈમેજ બનવતો જોઈ શકાય છે.

આ પણ વાંચો : વિશ્વમાં ISRO નો ડંકો વાગ્યો , Chandrayaan-3ને વર્લ્ડ સ્પેસ એવોર્ડ મળશે

META AIની મદદથી કસ્ટમ ઈમેજ કઈ રીતે બનાવવી એનો વિડીયો ઝકરબર્ગે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે વિડીયોમાં ઝકરબર્ગ મેટા AIનો ઉપયોગ કરીને તેનો ચહેરો સ્કેન કરે છે અને તેને ગ્લેડીયેટર તરીકે, પછી બોય બેન્ડના મેમ્બર તરીકે અને પછી, સોનાની મોટી સાંકળ પહેરીને વિઝ્યુઅલાઈઝ કરવા કહે છે. મેટા AIએ મુજબની તસ્વીરો બનાવીને આપે છે.

View this post on Instagram

A post shared by Mark Zuckerberg (@zuck)

ઝકરબર્ગે તાજેતરમાં બ્લૂમબર્ગ ઇન્ટરવ્યુમાં હતું કે AI ક્લોન્સ કન્ટેન્ટ ક્રીએટર્સને તેમના ફેન્સ સાથે વધુ સરળતાથી જોડવામાં મદદ કરી શકે છે.

માર્ક ઝકરબર્ગે એ પણ જાહેરાત કરી કે મેટા AI હવે આર્જેન્ટિના, કેમરૂન, ચિલી, કોલંબિયા, એક્વાડોર, મેક્સિકો અને પેરુ જેવા વધુ દેશોમાં ઉપલબ્ધ છે.

Meta AI હવે હિન્દી, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, પોર્ટુગીઝ અને સ્પેનિશ જેવી ભાષાઓને સપોર્ટ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button