તમને પણ આવે છે આવા મેસેજ, સાવધ થઈ જજો…
જમાનો ડિજીટલ છે અને એને કારણે લોકો રોજબરોજનું મોટાભાગનું કામ ડિજટલી કરવા લાગ્યા છે. પરંતુ ડિજીટલ થવાની એક આડઅસર એવી પણ છે કે એને કારણે સાઈબર ક્રાઈમનું પ્રમાણ પણ વધી ગયું છે. સાઈબર એક્સ્પર્ટ્સ દ્વારા યુઝર્સને સાવધાન રહેવાની સલાહ પણ આપવામાં આવે છે, પરંતુ થોડાક પૈસા મેળવી લેવાની લાલચમાં લોકો પોતાની જીવનભરની મૂડી પણ ગુમાવી રહ્યા છે. આજે આપણે અહીં આવા જ એક ફ્રોડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
પુણેનો એક સોફ્ટવેર એન્જિનિયર પણ થોડાક વધારે પૈસા કમાવવાની ચકરમાં એન્જિનિયને 16 લાખ રૂપિયાનો ચૂનો લાગી ગયો હતો. છેલ્લાં કેટલાક મહિનાથી અમુક લોકોને પાર્ટ ટાઈમ જોબની ઓફર આવતા ટેક્સ્ટ મેસેજ આવી રહ્યા છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે માત્ર યુ-ટ્યુબ પર વીડિયો લાઈક કરીને પૈસા કમાવી શકાય છે.
સૌથી મજાની કે હેરાન કરનારી બાબત તો એ છે કે ફ્રોડ કરનારા લોકો પીડિતના એકાઉન્ટમાં થોડાક પૈસા પણ નાખતા હતા. જેને કારણે લોકોને વિશ્વાસ થઈ જતો હતો કે હા સાચે, આ કામ કરીને પૈસા કમાઈ શકે છે.
એક વખત પીડિતનો ભરોસો જિતીને ઠગ લોકોને પોતાનો શિકાર બનાવીને ટેલિગ્રામ ચેનલની લિંક મોકલાવે છે અને એમાં બેંક ડિટેલ ભરવાનું કહેવામાં આવે છે. લોકોને એમના બનાવટી એકાઉન્ટની ડિટેલ દેખાડવામાં આવે છે, જેમાં પૈસા દેખાય છે, પણ હકીકતમાં તો એમના એકાઉન્ટમાંથી પૈસા ખંખેરી લેવામાં આવ્યું છે. જો તમારી પાસે પણ કોઈ પણ પ્રકારના ફૂલટાઈમ અને પાર્ટટાઈમ જોબની ઓફર કરતાં મેસેજ આવે તો સાવધ થઈ જશો. આવા મેસેજ તરત જ ડિલીટ કરો. આવા મેસેજ પર રિપ્લાય કરશો નહીં અને જે નંબરથી આવા મેસેજ આવી રહ્યા છે એ મેસેજને તરત જ બ્લોક કરો.
જો તમે પણ ભૂલથી સાઈબર ફ્રોડના આ ચક્કરમાં ફસાઈ જાવ છો અને શરૂઆતમાં તમારા એકાઉન્ટમાં થોડા પૈસા આવે છે તો એના પછી આગળ ન વધશો અને તરત જ એ નંબરને બ્લોક કરી દો. કોઈ પણ મોટી મુશ્કેલી માટે તમે પોલીસમાં ફરિયાદ નોંધાવી શકો છો.