WhatsApp પર આ સેટિંગ ઓન કરી લેશો તો કોઈ નહીં વાંચી શકે તમારા Secret Chats…
વોટ્સએપએ આજના સમયની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ છે. દુનિયાભરમાં આ ઇન્સ્ટન્ટમેસેજિંગ એપના યુઝર્સને સંખ્યા કરોડોમાં છે. દરેક ઉંમરના લોકો વોટ્સએપનો એકદમ છૂટથી ઉપયોગ કરે છે. આ એપની મદદથી તમે ચેટિંગ કરવાની સાથે સાથે જ વીડિયો કોલ કરી શકો છો. આ ઉપરાંત ખૂબ જ સરળતાથી ફાઈલ, ડોક્યુમેન્ટ્સ વગેરે શેર કરી શકો છો. ટૂંકમાં કહીએ તો વોટ્સએપ એ ઓલ ઈન વન છે.
વોટ્સએપ દ્વારા પણ યુઝર્સની સુવિધાઓ માટે દર થોડા થોડા સમયે નવા નવા ફીચર્સ લોન્ચ કરે છે, પણ કેટલાક લોકોને વોટ્સએપ દ્વારા આપવામાં આવેલા ઈન બિલ્ટ ફિચર્સની જ જાણકારી નથી હોતી. આજે અમે અહીં તમારા માટે વોટ્સએપના આવા જ એક ખુબ જ મહત્વના ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અમે જે ફીચર વિશે અહીં વાત કરી રહ્યા છીએ એ ફીચરની મદદથી તમે તમારા મહત્વના ચેટ્સને સિક્રેટ રાખી શકો છો. જો તમે પણ તમારા ચેટ્સ સિક્રેટ રાખવા માંગો છો તો તમારે વોટ્સએપમાં આપવામાં આવેલા આ કામના ફીચર વિશે જાણી લેવું જોઈએ તો તમે ફાયદામાં રહેશો. કઈ રીતે આ ફીચર ઓન કરશો ચાલો જાણીએ-
Also read: વોટ્સએપ: અપડેટ ને આવિષ્કાર પછી અલવિદા?
- સૌથી પહેલાં તો તમે આ ફીચર ઓન કરવા માટે તમારે જે વ્યક્તિના ચેટ્સ લોક કરવા માંગો છો એનું ચેટ ઓપન કરી લો
- હવે જે તે વ્યક્તિના પ્રોફાઈલ પર ક્લિક કરો, તમારી સામે મેનુ ઓપન થશે
- આ મેનુને સ્ક્રોલ કરતાં કરતાં નીચે આવશો એટલે નીચે ચેટ લોકનું ઓપ્શન દેખાશે
- આ ઓપ્શનને ઇનેબલ કરશો એટલે તમારી એ ચેટ લોક થઈ જશે અને કોઈ તમારી મંજૂરી વિના એ ચેટ્સ નહીં ઓપન કરી શકે