ઘરે બેઠા ચંદ્રની સફર પર જવું છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ…
દરેક વ્યક્તિને ક્યારેકને ક્યારેક ચંદ્ર પર જવાનું સપનું જોયું જ હશે પરંતુ એવું થવું અશક્ય તો નથી પણ મુશ્કેલ ચોક્કસ જ છે. પરંતુ આજે અમે તમને એવી ટ્રિક્સ જણવવા જઈ રહ્યા છે કે જેની મદદથી તમે ઘરે બેઠાં બેઠાં જ ચંદ્રની સફર પર જઈ શકે છે. અમે અહીંયા આજે તમને જે ટ્રીક જણાવી રહ્યા છે એને જો તેને ફોલો કરશો તો ચંદ્રની સપાટી તમારી નજરી સામે હશે. આવો જોઈએ શું છે આ ટ્રિક્સ…
જો તમે પણ ઘરે બેઠા બેઠાં ચંદ્રની સપાટી જોવા માંગો છો તો તમારે ખાસ કંઈ કરવાની જરૂર નથી. પરંતુ આવું કરવામાં ગૂગલ તમારી મદદ કરશે. ગૂગલ પાસે એક નહીં આવા ઢગલ઼ો એડવાન્સ ફીચર્સ છે કે જેની મદદથી હવે તમારું આ સપનું સાકાર થઈ શકે છે. આ ફીચરનું નામ છે ગૂગલ મૂન.
ચંદ્રની સપાટીનો એક નક્શો તૈયાર કરવામાં આવ્યો છે અને એટલે જ તેને ગૂગલ મૂન તરીકે ઓળખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ફીચરને યુઝર્સ માટે 2017માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મેપ એ એ લોકો માટે ખૂબ જ ખાસ છે કે જે લોકો સ્પેસમાં ખાસ રસ ધરાવે છે.
માત્ર ગૂગલ મૂન જ નહીં પણ ગૂગલ પાસે એવા કેટલાક બીજા પણ કમાલના ફીચર્સ છે કે જે તમને ખૂબ જ મજેદાર લાગશે. શું તે પણ જાણો છો કે તમે પાણીની વચ્ચે માછલીઓ વચ્ચે ગૂગલને ડુબાડી પણ શકો છો? નહીં ને? પણ આવું શક્ય છે આ કામમાં ગૂગલ અંડરવોટર ફીચર તમારી મદદ કરી શકે છે.
ચંદ્રની સપાટીની સફર કરવા માટે આ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરો-
ચંદ્રની સપાટીની સફર કરવા માટે સૌથી પહેલાં ગૂગલ સર્ચમાં જઈને ગૂગલ મૂન ટાઈપ કરવાનું રહેશે. જેવું તે આ કીવર્ડ સાથે સર્ચ કરશો તો સૌથી પહેલાં ઓફિશિયલ લિંક મળશે.
જેવું તમે આ લિંક પર ક્લિક કરશો એટલે તરત જ સપાટી દેખાવવા લાગશે. તમે ચંદ્રની સપાટીને ઝૂમ કરીને પણ જોઈ શકો છો. આ કામમાં તમારી મદદ કરશે ગૂગલ મૂન પેજ પર આવેલું જૂમ ઈન ફીચર.