આવનારા નવા ફિચરથી WhatsAppની થીમ તમારા મનપસંદ કલર અનુસાર થશે સેટ

સોશિયલ મીડિયામાં વાતચિતો કરવા માટે સૌથી વધુ વપરાતા WhatsApp તેના ઈન્ટરફેસ અને થીમમાં ઘણા ફેરફારો કર્યા છે. હાલમાં તેની નવા ગ્રીન કલર આધારિત થીમ IPhone યુઝર્સને દેખાવા લાગી હતી. ઘણા યુઝર્સ આ થીમથી નાખુશ થયા છે. આપને પણ એવું થતું હશે કે વોટ્સએપની થીમ આપણાં મનપસંદ કલર અનુસાર સેટ થાય. તો હા, હવે તે પણ શક્ય છે.

META માલિકીની આ મેસેજિંગ એપ્લિકેશન હવે તેના યુઝર્સને તેમની પસદંગી મુજબના કલરની થીમ સેટ કરવાનો ઓપ્શન આપશે. હવે યુઝર્સે તેમની પસંદગી મુજબ એપ્લિકેશનનો કલર અને ડિઝાઇન સેટ કરવા નવી કસ્ટમાઈઝેશન સુવિધાનો લાભ મળશે. પરંતુ આ નવી થીમ હજુ પણ ડેવલપમેન્ટ મોડમાં છે તો વળી તે બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ પણ નથી.
વોટ્સએપના આ નવા અપડેટની માહિતી આપતા WABetaInfoએ ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું. જેમાં iOS બીટા વર્ઝન માટે WhatsAppમાં ચેટ થીમ્સ અને એકસેન્ટ કલર કસ્ટમાઈઝેશનના ફેરફારો જણાવવામાં આવ્યા છે. આનો મતલબ છે કે આવનાર દિવસોમાં યુઝર્સ એપ્લિકેશનના થીમ અને ટેક્સ્ટમાં ફેરફાર કરી શકશે.