નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

એક કરતાં વધુ Simcard User’sએ ભરવો પડશે દંડ? TRAIએ કરી આવી સ્પષ્ટતા…

એકાદ-બે દિવસથી એવા સમાચાર આવી રહ્યા હતા કે સરકાર દ્વારા એક જ ફોનમાં બે સિમકાર્ડ યુઝર્સ (Government Taking Action Against Two Sim Card In One Mobile User) સામે કાર્યવાહી કરવાના મૂડમાં છે. એટલું જ નહીં પણ રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આવા યુઝર્સને દંડ ફટકારવાની પણ યોજના છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા આ બાબતનો એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે નંબરોના વધી રહેલાં દુરૂપયોગને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રાયના આ પ્રસ્તાવના હવાલો આપતાં રિપોર્ટમાં એવું પણ જણવવામાં આવ્યું હતું કે આજકાલ દરેક વ્યક્તિ પાસે ડ્યુઅલ સિમકાર્ડ ફોન છે અને બે સિમકાર્ડ પણ છે, પરંતુ યુઝ કો એક જ સિમ થઈ રહ્યો છે. ટ્રાયનું એવું પણ કહેવું છે કે મોબાઈલ નંબર સરકારની સંપત્તિ છે અને ટેલિકોમ સર્વિસ યુઝર્સને એક નિર્ધારિત સમયગાળા માટે આપવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં સરકાર સિમકાર્ડના બદલે ફી વસૂલી શકે છે.

Read more: Kolkata Fire: કોલકાતાના એક્રોપોલિસ મોલમાં ભીષણ આગ, કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા

https://twitter.com/DoT_India/status/1801546364750598404

જોકે, બહવે આ મામલે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને આ માહિતી ટ્રાય દ્વારા પોસ્ટ કરવામાં આવેલી એક પોસ્ટ પરથી મળી રહી છે. વાત જાણે એમ છે કે ટે ટ્રાય (TRAI) દ્વારા એક કરતાં વધુ સિમકાર્ડ વાપરનારા ગ્રાહકો પાસેથી વધુ ફી વસૂલવાની યોજના બનાવવામાં આવી છે. આ સમાચાર તદ્દન ખોટા છે અને આ દાવામાં કોઈ સચ્ચાઈ નથી.

Read more: અયોધ્યાના રામ મંદિરને ઉડાવવાની ધમકી, જૈશ-એ-મોહમ્મદનો ઑડિયો વાઇરલ થયા બાદ એલર્ટ

ટ્રાય દ્વારા પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ સમાચાર ખોટા છે અને એનો ઉદ્દેશ નાગરિકોને ગુમરાહ કરવાનો છે. સરકારે પણ આ અહેવાલોને રદીયો આપ્યો છે. પરિણામે જો તમારી પાસે પણ બે સિમકાર્ડ છે તો પણ તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે સરકારની આવી કોઈ જ યોજના નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button