વિજ્ઞાન અને ટેકનોલોજી

Sunita Williams નું પૃથ્વી પર પરત ફરવું સહેલું નથી,પરત ફરતા જ ઘેરી વળશે આ મુસીબતો

નવી દિલ્હી : ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છેલ્લા 9 મહિનાથી ફસાયેલા ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ(Sunita Willams)અને બેરી વિલ્મોરના પાછા ફરવાનો સમય નજીક આવી રહ્યો છે. આ બંને અવકાશયાત્રીઓ બોઇંગના સ્ટાર લાઇનરમાં ફક્ત 10 દિવસના પ્રવાસ પર ગયા હતા.

જોકે, તેમના અવકાશયાનમાં ખામી સર્જાવાને કારણે તેઓ હજુ સુધી પાછા ફરી શક્યા નથી. હવે શુક્રવારે નાસાએ કહ્યું છે કે સ્પેસ એક્સ ડ્રેગન આવતા અઠવાડિયે જ લોન્ચ કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર 16 માર્ચ સુધીમાં પૃથ્વી પર પાછા ફરશે.

આપણ વાંચો: સુનિતા વિલિયમ્સ આ તારીખે પૃથ્વી પર પરત ફરશે; જાણો Crew-10 મિશન વિષે

સુનિતાએ કહ્યું, હવે હું ચાલવાનું પણ ભૂલી ગઈ

આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ બંને અવકાશયાત્રીઓ પરત લાવવાની ખાતરી આપી છે. જોકે, સુનિતા વિલિયમ્સ કહે છે કે અવકાશમાં આટલા દિવસો વિતાવ્યા પછી પૃથ્વી પર એડજસ્ટ થવું તેમના માટે સરળ કાર્ય નથી. તેમના માટે પૃથ્વી પર ચાલવું એ કાંટા પર ચાલવા જેવું છે. સુનિતાએ કહ્યું, હવે હું ચાલવાનું પણ ભૂલી ગઈ છું.

આ ઉપરાંત પૃથ્વી પર પાછા ફર્યા પછી પણ સુનિતા વિલિયમ્સ ઘરે જઈ શકશે નહીં. પહેલા તેના પરીક્ષણો કરવામાં આવશે અને પછી જરૂરી સારવાર આપવામાં આવશે. ડોક્ટરો કહે છે કે અવકાશથી પાછા ફર્યા પછી એવું લાગશે કે તેમના શરીરમાં એનર્જી નથી. તેમજ ગુરુત્વાકર્ષણ પરત મેળવવામાં દોઢ મહિનાનો સમય લાગી શકે છે. ફરીથી બધા પરીક્ષણો કર્યા પછી જ તેમને ઘરે જવાની મંજૂરી આપવામાં આવશે.

આપણ વાંચો: ભારતની વીરાંગનાઓ : અંતરિક્ષયાનની પ્રથમ મહિલા પાઇલટ: સુનિતા વિલિયમ્સ

ઘણી ગંભીર બીમારીઓનું જોખમ

નિષ્ણાતો કહે છે કે અવકાશયાત્રીઓને પણ ઘણી ગંભીર બીમારીઓનું જોખમ રહેલું છે. તીવ્ર કોસ્મિક રેડિયેશનને કારણે, અવકાશયાત્રીઓના શરીર ઘણીવાર ઊંડે સુધી પ્રભાવિત થાય છે.જે કેન્સરનું કારણ પણ બની શકે છે.

જેમ સુનિતા વિલિયમ્સને અવકાશમાં ગયા પછી થોડા દિવસો માટે પોતાના શરીરને એડજસ્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવી જ સમસ્યા પૃથ્વી પર પાછા ફર્યા પછી પણ થવાની છે. હૃદય અને ફેફસાંને પણ અવકાશમાં ઓછું કામ કરવું પડે છે. પૃથ્વી પર પાછા ફર્યા પછી તેમને એક ખાસ વાતાવરણ આપવામાં આવશે જેમાં તેઓ પોતાને પૃથ્વીના વાતાવરણ સાથે એડજસ્ટ કરી શકશે.

પૃથ્વીના ગુરુત્વાકર્ષણ સાથે એડજસ્ટ થવું મુશ્કેલ

ઉલ્લેખનીય છે કે, અવકાશ મથકમાં ગુરુત્વાકર્ષણ ન હોવાથી તેમને ચાલવાની જરૂર નથી. અવકાશમાં રહેવું એ પૃથ્વી પર રહેવા કરતાં ઘણું અલગ છે. આટલા લાંબા સમય સુધી અવકાશમાં રહ્યા પછી તેનામાં ઘણા ફેરફારો થયા છે. અવકાશથી પાછા ફર્યા પછી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ સાથે એડજસ્ટ થવું સરળ નથી. અવકાશમાંથી ઘણા વાયરસ અને બેક્ટેરિયા આવવાનો ભય પણ રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button