વિજ્ઞાન અને ટેકનોલોજી

મસ્કને ઝટકો: સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટમાં ટેસ્ટિંગ દરમિયાન ભયાનક વિસ્ફોટ, જુઓ વીડિયો

ઈલોન મસ્કની સ્પેસએક્સ કંપનીનું સ્ટારશિપ રોકેટ ટેસ્ટિંગ દરમિયાન વિસ્ફોટ સાથે નાશ પામ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ રોકેટ અંતરિક્ષમાં જવા માટે અંતિમ તબક્કાના પરીક્ષણમાં હતું.

તે દરમિયાન તે વિસ્ફોટ પામ્યું હતું. ભારતીય સમય મુજબ 19 જૂન, 2025ની સવારે 9:30 વાગ્યે લોન્ચિંગ પહેલાં સ્ટેટિક ફાયર ટેસ્ટ દરમિયાન આ દુર્ઘટના બની. સ્પેસએક્સે જણાવ્યું કે ટેસ્ટિંગ સાઈટ પર સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી.

સ્પેસએક્સનું સ્ટારશિપ રોકેટ, જે શિપ 36 તરીકે ઓળખાય છે, તેનું રૂટિન સ્ટેટિક ફાયર ટેસ્ટ ટેક્સાસની સ્ટારબેસ સુવિધામાં ચાલી રહ્યું હતું. આ રોકેટ આગામી ઉડાન પરીક્ષણ માટે તૈયાર હતું, પરંતુ ટેસ્ટ દરમિયાન અચાનક જોરદાર વિસ્ફોટ થયો અને રોકેટ નાશ પામ્યું. સ્પેસએક્સે જણાવ્યું કે સુરક્ષા વિસ્તાર બનાવવામાં આવ્યો હતો, જેના કારણે ટેસ્ટિંગ સાઈટ પરના તમામ કર્મચારીઓ સુરક્ષિત છે.

આપણ વાંચો: મધ્ય પૂર્વમાં તણાવ: IDFએ તેલ અવીવને નિશાન બનાવતા રોકેટ લોન્ચરનો નાશ કર્યો…

સુરક્ષા અને પ્રતિક્રિયા

સ્પેસએક્સે નિવેદનમાં કહ્યું કે આ રોકેટ તેની 10મી ઉડાન પરીક્ષણની તૈયારીમાં હતું. દુર્ઘટના બાદ તાત્કાલિક ઈમરજન્સી પ્રોટોકોલ લાગુ કરાયા અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને સાઈટ અને આસપાસના વિસ્તારને સુરક્ષિત કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આ વિસ્ફોટની આસપાસના રહેવાસીઓ માટે કોઈ જોખમ ન હોવાની પણ જણકારી મળી રહી છે. લોકોને સુરક્ષા કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી વિસ્તારમાં ન જવા અપીલ કરવામાં આવી છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, શિપ 36માં ‘કેટેસ્ટ્રોફિક ફેલ્યોર’ થયું, જેના કારણે વિસ્ફોટ થયો. હાલ આ ઘટનાના મૂળ કારણો જાણવા તપાસ શરૂ કરાઈ છે. સ્પેસએક્સની સ્ટારશિપ યોજના અંતરિક્ષ મિશન માટે મહત્વપૂર્ણ છે. જોકે, કંપનીએ ખાતરી આપી છે કે સુરક્ષા પ્રાથમિકતા છે, અને આગામી પરીક્ષણોમાં આ ઘટનામાંથી શીખીને સુધારો કરાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button